New Delhi, તા.29
સુપ્રીમકોર્ટ એક મહત્વનો ફેસલો આપતા કહ્યું હતું કે રેલવે કર્મચારી અન્ય કેન્દ્ર સરકારના કર્મચારીની બરાબર છે અને સેવાઓ સાથે સંકળાયેલા મામલા માટે કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણ (સીએટી)માં જવાનો અધિકાર રાખે છે.
જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ સતીષચંદ્ર શર્માની બેન્ચે કહ્યું હતું કે કોઈપણ રેલવે કર્મચારી માત્ર એટલા માટે સંઘની સિવિલ સેવાનો સભ્ય નથી રહી જતો, કારણ કે તેની સેવાની શરતે રેલવે માટે બનેલા ખાસ નિયમોથી નકકી થાય છે.
જસ્ટીસ દતાએ 26 મે 2026ના રોજ આપેલા ફેસલામાં બેન્ચ તરફથી લખ્યું- એક રેલવે કર્મચારી ભલે તેની નિયુક્તિ સરકારી રેલવેમાં માત્ર રેલવે માટે બનેલા નિયમો અંતર્ગત થઈ હોય, તેમ છતાં તે સંઘના મામલામાં એક સિવિલ પદ પર કાર્યરત વ્યક્તિ જ માનવામાં આવશે, જે કેન્દ્ર સરકારના પ્રશાસનિક નિયંત્રણમાં આવે છે.
સુપ્રીમકોર્ટે આ ફેસલો બેન્જી જોનની અપીલ પર આવ્યો હતો. જેણે ઓગષ્ટ 1990માં જુનીયર ડ્રાફટસમેન તરીકે ભારતીય રેલવેમાં નોકરી શરૂ કરી હતી. 2001માં તેને કાર્યમુક્ત કરાયો હતો, જેથી તે કેરલ રાજય વીજળી બોર્ડમાં સબ એન્જીનીયરના પદ પર કામ કરી શકે. પરંતુ ડિસેમ્બર 2012માં રેલવે બોર્ડના મુખ્ય આંતરિક લેવા પરીક્ષકે તેના વેતન નિર્ધારણ સામે વાંધો ઉઠાવ્યો હતો.
બાદમાં પુરો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ કેસમાં એવો નિષ્કર્ષ કાઢયો હતો કે રેલવે બોર્ડની શક્તિઓ સોંપવાથી રેલવે કર્મચારીઓનો દરજજો કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ન બદલી જાય.

