Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ
    • સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ
    • Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત
    • High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો
    • PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં : સોમનાથના દર્શન કરશે,ગુજરાત પ્રવાસમાં ત્રણ શહેરોની મુલાકાત લેશે
    • નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું
    • Delhi-Mumbai Expressway પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો
    • Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:ત્રણ ટાઉન પ્લાનર સહિતની 28 જગ્યા માટે તા.2ના પરીક્ષા
    રાજકોટ

    Rajkot:ત્રણ ટાઉન પ્લાનર સહિતની 28 જગ્યા માટે તા.2ના પરીક્ષા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 17
    રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડર પર ભરતી માટે અંતે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ટાઉન પ્લાનર, વોર્ડ ઓફિસર, ઓ.એસ. સહિતની કેડરમાં આ ભરતી પરીક્ષા તા.2 માર્ચના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.

    રાજકોટના ત્રણે ઝોનમાં હવે એક-એક ટાઉન પ્લાનીંગ અધિકારી રહે તે પ્રકારનું સેટઅપ થોડા સમય પહેલા મંજૂર કરીને ભરતી બહાર પાડવામાં આવી હતી. જે ત્રણ જગ્યા માટે 183 જેટલા ઉમેદવારોએ અરજી કરી છે.

    આ અંગે મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મહાપાલિકામાં ત્રણ નવા ટાઉન પ્લાનર, નવ મેનેજર, પાંચ વોર્ડ ઓફિસર અને 11 ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પૈકી ટાઉન પ્લાનર સિવાયની ત્રણે કેડરમાં ઇનહાઉસ એટલે કે કચેરીમાંથી જ અધિકારીની નિમણુંક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

    એટલે કે માત્ર ટાઉન પ્લાનરની ત્રણ જગ્યા માટે જ બહારના ઉમેદવાર અરજી કરી શકે છે. અન્ય ત્રણ પોસ્ટ પર કોર્પો.ના જ કર્મચારીઓ અરજી કરવાને પાત્ર છે.

    ટાઉન પ્લાનરની ત્રણ પોસ્ટ માટે 183 અરજી આવી છે. તો મેનેજરની નવ જગ્યા માટે 188, વોર્ડ ઓફિસરની પાંચ જગ્યા માટે 14પ અને ઓ.એસ.ની 11 જગ્યા માટે 1પ3 અરજી ઉમેદવારોએ કરી છે. ટાઉન પ્લાનરની નવી પોસ્ટ માટે નવી ભરતી કરવામાં આવશે.

    તો અન્ય કેડરમાં ખાલી જગ્યા પર ભરતી કરાઇ રહી છે. ચારે કેડર મળી કુલ 669 ઉમેદવારોએ અરજીઓ કરી છે. તા.2 માર્ચના રોજ સવારથી સાંજ દરમ્યાન અમદાવાદ શહેરમાં પરીક્ષા લેવા આયોજન ગોઠવવામાં આવ્યું છે.

    આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલ લેટર તા. 24-2-25થી કોર્પો.ની વેબસાઇટ www.rmc.gov.in  પરથી ડાઉનલોડ કરવા જણાવાયું છે.

    કલાર્ક
    બીજી તરફ રાજકોટના હજારો બેરોજગાર યુવાન-યુવતીઓ જે ભરતી પરીક્ષાની રાહ જોઇ રહ્યા છે તે જુનીયર કલાર્કની પરીક્ષા માટે હજુ કોઇ આયોજન ફાઇનલ થતું નથી. 1પ0થી વધુ કલાર્કની મહાપાલિકામાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પોસ્ટ માટે 60 હજારથી વધુ યુવક-યુવતીઓએ અરજી કરી છે. ગત વર્ષથી તેઓ પરીક્ષા કયારે લેવાશે તેની રાહ જોઇને બેઠા છે.

    પરંતુ મહાપાલિકા પણ ફિકસમાં મુકાઇ ગઇ છે. કારણ કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની એક સાથે અને એક શહેરમાં પરીક્ષા લેવી બહુ મોટુ કામ છે. થોડા વર્ષ પહેલા પણ આવી ભરતી અલગ અલગ કેન્દ્રો પર ગોઠવવી પડી હતી.

    આવી ભરતી પરીક્ષાઓ હવે પારદર્શકતા માટે મહાપાલિકા પોતે લેતી નથી. પરંતુ જીટીયુ કે અન્ય કોઇ એજન્સી મારફત આવી ભરતી પરીક્ષા લેવામાં આવે છે. એજન્સી મહાપાલિકાને પરિણામ આપે તે બાદ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. અગાઉ પણ જુ.કલાર્કની ભરતી પરીક્ષામાં આટલા જ ઉમેદવારો નોંધાયા હતા.

    જોકે તે વખતે ભરતી થયેલા કેટલાક કલાર્ક ટુંકાગાળામાં નોકરી પણ છોડી ચૂકયા છે. હવે ગ્રેજયુએટ લેવલના ઉમેદવારો માટે સરકારી નોકરીની મોટી તક સમાન આ ભરતીની પરીક્ષા પણ વહેલાસર ગોઠવવામાં આવે તેવું આ વર્ગ ઇચ્છી રહ્યું છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026

    High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026

    PM મોદી 11 મેએ સૌરાષ્ટ્રમાં : સોમનાથના દર્શન કરશે,ગુજરાત પ્રવાસમાં ત્રણ શહેરોની મુલાકાત લેશે

    April 30, 2026

    નાકાબંધી નહી ઉઠે; Donal Trump હોર્મુઝ જળમાર્ગનું નામ બદલી નાખ્યું

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.