Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    • સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    • FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે
    • Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ
    • મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI
    • સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?
    • 39 વર્ષનાં બે દિગ્ગજો મેસ્સી અને જોકોવિચે સાબિત કર્યું, ‘જ્યાં સુધી રમત પૂરી ન થાય ત્યાં સુધી આશા છોડવી નહીં’
    • 2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»RAJKOTના રેસકોર્સ રીંગ રોડ ફરતેના કાર્નિવલનો રોશનીભર્યો પ્રારંભ
    રાજકોટ

    RAJKOTના રેસકોર્સ રીંગ રોડ ફરતેના કાર્નિવલનો રોશનીભર્યો પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    RAJKOT, તા. 28
    રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાર દિવસના રંગીલા રાજકોટ દિવાળી ઉત્સવનો ગઇકાલે રવિવાર સાંજથી પ્રારંભ થયો છે. ગત સાંજે કિસાનપરા ચોક પાસે સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવતા શહેરીજનો મજા માણવા પૂરા રીંગ રોડ પર ઉમટી પડયા હતા. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શો સહિતના વિશેષ આકર્ષણો બન્યા છે. 

    આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે,રોજ બરોજની રૂટિન કાર્યશૈલી સાથે દિવાળી ઉત્સવ ઉજવવો એ આપણી પ્રણાલી છે. કોર્પો. દ્વારા પાંચ દિવસ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેને લોકો ઉમંગથી માણવા લાગ્યા છે.

    સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ દિવાળીની સૌને શુભકામના પાઠવતા જણાવેલ કે,નગરના ઉત્સવના માહોલમાં મહાનગરપાલિકા જોડાયું છે તે અભિનંદનને પાત્ર છે. આ ઉત્સવ ઘરે ઘરે રંગોળી બનાવવાનો અને  ફટાકડા ફોડવાનો છે. જેમાં, કોર્પો.  આખા શહેરને એક કરીને ઉત્સવની ઉજવણી કરે છે. દિવાળી સમયે રંગોળી કરવી, ફટાકડા ફોડવા અને લક્ષ્મી પૂજા કરવી એ આપણા પૂર્વજોએ ચીલો ચાલુ કર્યો છે.

    અંધકારમાંથી પ્રકાશનું પર્વ એટલે દિવાળી પર્વ પ્રભુ શ્રીરામ જ્યારે પોતાના ઘરે અયોધ્યા પધાર્યા તે દિવસને દિવાળી ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં બહેનો દ્વારા મોટા પાયે રાજકોટના આંગણે રંગોળી કરવાના છે આવું ભવ્ય આયોજન કરાયું છે.

    કોર્પોરેશન સ્પોર્ટ્સ એન્ડ રી-ક્રિએશન ક્લબ દ્વારા કરા ઓકે મ્યુઝિકલ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા, મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ અર્પણ કરી સ્વાગત શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને સમાજ કલ્યાણ સમિતિ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.  ઉદઘાટન બાદ  બગીમાં બેસી રેસકોર્ષ રીંગ રોડની રોશની મહેમાનોએ નિહાળી હતી.

    આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, વોટર વર્કસ ચેરમેન અશ્વિનભાઈ પાંભર,શિક્ષણ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, કોર્પોરેટરા વિનુભાઈ સોરઠીયા, દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોડીયા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, બી.એલ.કાથરોટીયા,સહાયક કમિશનર અને પી.એ.ટુ કમિશનર ડો.એન.કે.રામાનુજ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, સિટી એન્જીનીયર અતુલ રાવલ, બી.ડી.જીવાણી, ચીફ ફાયર ઓફિસર અમિત દવે, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિ.ડી.ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નીલેશ કાનાણી, નીરજ વ્યાસ, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, નાયબ આરોગ્ય અધિકારી ડો.હાર્દિક મહેતા વગેરે હાજર રહ્યા હતા.

    ડીજેના ઘોંઘાટથી સોસાયટીઓ ધ્રુજી ઉઠી
    લાઇટીંગ સાથે ધમાકાભેર મ્યુઝીક ચાલુ થતા રહેવાસીઓ હેરાન : કોર્પો.-પોલીસને ફરિયાદ
    રાજકોટના રેસકોર્સ રીંગ રોડ ફરતે ગઇકાલથી મનપાના દિવાળી ઉત્સવનો પ્રારંભ થયો છે. પરંતુ આ વખતે મનપાએ  રહેણાંક સોસાયટીઓ સુધી ડેકોરેશન સાથે ડીજેની ધમાલ અને સ્પીકર ગોઠવતા અનેક સોસાયટીના લોકો મોડી રાત સુધી હેરાન થયાની ફરિયાદ મ્યુનિ. કમિશ્ર્નર અને પોલીસ કમિશ્ર્નર સુધી કરવામાં આવી છે. 
    ગઇકાલે રેસકોર્સ રીંગ રોડ ફરતે કાર્નિવલ શરૂ થયો છે.

    આ વખતે બહુમાળી ચોકથી આગળ આકાશવાણી રોડથી જિલ્લા પંચાયત ચોક જતા રસ્તે પણ લાઇટીંગ ગોઠવવામાં આવ્યું છે તો ડીજે મ્યુઝીક પણ ગોઠવવામાં આવ્યું હતું. હવે  આકાશવાણી રોડ અને જિલ્લા પંચાયત ચોક વચ્ચે ડઝનથી વધુ સોસાયટી આવેલી છે. આકાશવાણીના ખુણે, ગેલેકસી ટોકીઝની ફૂટપાથ પર ધમાલવાળુ મ્યુઝીક ચાલુ થતા વાયબ્રેશનથી અનેક સોસાયટીના કાચ ધ્રુજી ઉઠયા હતા. વડીલોને   ભારે મુશ્કેલી પડી હતી અને ડીજે હટાવી લેવા અથવા ધીમુ કરી દેવા વાત કરી હતી જે કોઇએ સાંભળી ન હતી. 

    આ બાદ ગેલેકસી, રાજેશ, કિરણ, આકાશવાણી ગેટ સામેની સોસાયટીમાંથી કોર્પો. અને પોલીસમાં ફરિયાદ થઇ હતી. કોર્પોરેટરોને જાણ કરાઇ હતી. આજથી આ ડીજેનો ઘોંઘાટ રહેવાસીઓની તકલીફ ધ્યાનમાં રાખી બંધ કરવા માંગણી કરાઇ છે.

    દિવાળી ઉત્સવની હાઈલાઈટ્સ 
    – રેસકોર્સ રિંગ રોડ ફરતે 31/10 સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન તેમજ બહુમાળી ચોક ખાતે ભવ્ય લેસર શો
    – તા.29 બપોરે 4 કલાકે રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધાઅંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.
    – આ રંગોળી તા.30 અને તા.31ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. 
    – તા.30ના રોજ સાંજે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી.
    – રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સનું આકર્ષણ.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026
    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026

    Sourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ

    July 9, 2026

    મેસીની ટીમ મુશ્કેલીમાં! અર્જેન્ટીના ફૂટબોલ એસોસિએશન પાછળ પડી FBI

    July 9, 2026

    સતત બે મેચમાં ફ્લોપ : શું ટીમમાંથી બહાર થશે Vaibhav Suryavanshi ?

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને

    July 9, 2026

    સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર

    July 9, 2026

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.