પતિએ જમવાનું બનાવાનું કહેતા માઠું લાગી જતા વખ ઘોળી જીવન ટૂંકાવ્યું
Rajkot તા.૩
વાંકાનેર મહિકા ગામે રહેતા શ્રમિક કામ કરતી મહિલાને પતિએ જમવાનું બનાવવાનું કહેતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અત્યારે સારવાર દરમિયાન પરણિતા દમ તોડ્યો હતી ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો આ અંગે મળતી મુજબ વાંકાનેર ના મહિકા ગામે શ્રમિક કામ કરતા પરિવારની સીતાબેન રાજેશભાઈ રજક ઉંમર વર્ષ ૪૫ વર્ષીય પરણીતાએ ગઈકાલ રાત્રે ૮૦૦ વાગે આસપાસ વાડી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન આજે બપોરે પરણિતા દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો આ અંગે સીમાબેનને પતિ રાજેશભાઈએ જણાવેલ કે તું જમવાનું બનાવી રાખ હું બીજી વાડીએ દવા નો છટકાવ કરવા જાવ છું જેથી પરણીતાને માઠું લાગી જતા ઝેરી દવા ગટગટાવી હોવાનું પતિ એ જણાવ્યું હતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને પરિવાર પંચમહાલ જિલ્લાના બંધઈ ગામના વતની હોય અને અહીં વાડી ભાગવું રાખી શ્રમિક કામ કરતા હોય તેમજ લગ્ન જીવન ને ૨૫ વર્ષ થયા છે ચાર સંતાનોએ માતાની મમતા ગુમાવતા પરિવાર માં આક્રંદ છવાયો હતો અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

