Rajkot તા.૨૬
ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંતર્ગત ઓએચઈ સંશોધન કાર્ય માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના રૂટ અસ્થાયી રૂપે બદલવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
૧) ટ્રેન સંખ્યા ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૨૬ જૂનથી ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે.
૨) ટ્રેન સંખ્યા ૧૫૬૩૬ ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૨૯ જૂનથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ- સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
૩) ટ્રેન સંખ્યા ૧૫૬૬૭ ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૨૭ જૂનથી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે.
૪) ટ્રેન સંખ્યા ૧૫૬૬૮ કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૦૧ જુલાઈથી ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.

