Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી પૂર્વે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળ Rajkotની મુલાકાતે
    રાજકોટ

    રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી પૂર્વે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં નાગરિકોનું પ્રતિનિધિ મંડળ Rajkotની મુલાકાતે

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2026Updated:October 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મહાત્મા ગાંધી મ્યુઝિયમ, વોટ્‌સન મ્યુઝિયમ સહિતના સ્થળોની મુલાકાત લઈ રાજકોટનાં ઐતિહાસિક વારસાને નિહાળ્યો

    ગાંધીજીની ભૂમિ પર આવીને ધન્યતાની લાગણી અનુભવી- વિકાસ માટે ભાઈચારાની ભાવના અને શાંતિ ખૂબ જરૂરી: પ્રતિનિધિ મંડળ

    Rajkot તા. ૨૮ઃ

    આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ભવ્ય ઉજવણી થનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી લોકો ભાગ લેશે અને એકતાના શપથ લેશે.  આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત  દેશનાં નક્સલમુક્ત થયેલા વિવિધ પ્રદેશનાં નાગરિકો ગુજરાતના પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપક્રમ હેઠળ આજે મહારાષ્ટ્રના નક્સલમુક્ત થયેલા વિસ્તારોમાંથી આવેલા નાગરિકોના એક મંડળે રાજકોટના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  ગુજરાત અને રાજકોટમાં થયેલા વિકાસ,  અહીંના શાંતિપૂર્ણ માહોલ, કળા સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનાં સંવર્ધનને જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

    મહારાષ્ટ્રમાંથી આવેલા આ ૧૧ જેટલા મુલાકાતીઓએ આજે બપોર પછી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા, એ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને તેઓએ ગૌરવની અનુભૂતિ કરી હતી. ગાંધીજીના જીવન પ્રસંગો, જીવન સંદેશ અને ૧૧ મહાવ્રતની ઝાંખી આપતી વિવિધ ગેલેરીઓમાંથી પસાર થતી વખતે આ પ્રતિનિધિમંડળ જાણે ગાંધીયુગના એ કાળખંડમાં ખોવાઈ ગયું હતું.

    ‘‘ગુજરાતે મહાત્મા ગાંધીજી અને પોતાનો સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસો સાચવીને રાખ્યો છે અને એ નિહાળીને ખૂબ આનંદ થાય છે‘‘, તેમ યવતમાળ જિલ્લાના ટાંકળી ગામના યુવક શ્રી રામલખન રાઠોડે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના જ ગોંદિયાના  શ્રી આશિષ વંજારીયાએ કહ્યું હતું કે, ‘‘મહાત્મા ગાંધીએ જ્યાં અભ્યાસ કર્યો અને સત્યનું પાલન કરવાની દ્રઢતા જ્યાં કેળવાઈ, એ ભૂમિ પર આવવાનો અવસર મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. આ મ્યુઝિયમ આવનારી પેઢીને મહાત્મા ગાંધીનાં સિધ્ધાંતોની સમજ, સંદેશ તેમજ પ્રેરણા આપશે.‘‘

    ‘‘આ ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું..‘‘ આ શબ્દો સાથે ચંદ્રપુર જિલ્લા મથકના રહીશ મંગેશ ભોંગાડેએ મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહથી જે ગુજરાતની ધરતી પાવન થઈ છે, એ ભૂમિ પર આવવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

    આ મુલાકાતીઓએ રાજકોટ આવ્યા બાદ સૌ પ્રથમ વોટસન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષોથી લઈને સંગ્રહિત વિવિધ વસ્તુઓ, નમૂનાઓ તેઓએ રસપૂર્વક નિહાળ્યા હતા. એક જ મ્યુઝીયમમાં આટલો વૈવિધ્યસભર ઐતિહાસિક વારસો સચવાયો છે તે જોઈને આ સભ્યોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને દેશમાં આ પ્રકારના મ્યુઝિયમ ઓછા હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

    મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના દામપુર મોહદા ગામના સરપંચ તથા ખેડૂત શ્રી નારાયણ વાઘમારેએ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમમાં ભારતના ઈતિહાસથી લઈને સાંસ્કૃતિક વૈવિધ્યની ઝાંખી જોવા મળે છે. આવા મ્યુઝિયમથી ઈતિહાસ જીવંત રહે છે. તે આપણા ઐતિહાસિક વારસાનું ગૌરવ કરાવે છે.

    તેમણે રાજકોટના રોટરી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી. અહીં ૧૦૮ દેશની ૧૬૦૦થી વધુ ઢીંગલીઓના પ્રદર્શન અને તેના સંગ્રહ પાછળની અનોખી સ્ટોરીઝ સાંભળીને પ્રતિનિધિ મંડળે સાનંદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

    આ તકે ચંદ્રપુર જિલ્લાના જીવતી તાલુકા મથકના વેપારી શ્રી ગોવિંદ ટોકરેએ જણાવ્યું હતું કે, આ એકદમ અનોખું મ્યુઝિયમ છે. અહીં ઢીંગલીઓના માધ્યમથી વિશ્વભરના વિવિધ સમાજની સંસ્કૃતિઓની ઝલક જોવા મળે છે. રાજકોટ અને ગુજરાતના અનુભવ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અહીંની પ્રજા હળીમળીને ભાઈચારાથી અને શાંતિથી રહે છે અને દેશના વિકાસ માટે આવું વાતાવરણ જરૂરી છે. મહારાષ્ટ્રનાં નક્સલમુક્ત થયેલા વિસ્તારોનાં વેપારીઓ, જનપ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકોનાં  આ પ્રતિનિધિ મંડળે ગુજરાત અને રાજકોટમાં થયેલા વિકાસની પણ મુક્તમને પ્રશંસા કરી હતી. આગામી દિવસોમાં આ મુલાકાતીઓ સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લઈ કેવડિયા પરત ફરશે અને એકતા દિનની ઉજવણીમાં સામેલ થશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGSNRGF-ગાંધીનગર અને NRG સેન્ટર- રાજકોટ દ્વારા વિદેશમાં લગ્ન કરવા ઇચ્છુક યુવાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
    Next Article Morbiમાં શ્રમિકની જાણ બહાર બેંક ખાતામાંથી રૂ ૮૦ હજાર ગાયબ, સાયબર ફ્રોડની ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026
    સૌરાષ્ટ્ર

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026
    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    રાજકોટ

    Rajkotની સેન્ટ્રલ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરાયું

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,534
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,241
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹160,462
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 11:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.