ઈમેલથી આવ્યો આદેશ, તંત્રે ઓર્ડરને ચકાસ્યા વિના ૨૪ કલાકમાં સાઇટ્સ બ્લોક કરી દીધી
અલ્હાબાદ અને રાજસ્થાન હાઇકોર્ટના લોગો-સીલ અને ક્યુ આર કોડ સાથે બનાવટી દસ્તાવેજ, રોઇટર્સની તપાસમાં ભાંડો ફૂટ્યો
Rajkot તા.૧૩ઃ
દેશમાં વેબસાઇટ બ્લોક કરવાની સરકારની પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અલ્હાબાદ અને રાજસ્થાન હાઇકોર્ટના નકલી આદેશોના આધારે ૧૨૯ ગેરકાયદે સટ્ટાબાજીની વેબસાઇટ્સ બ્લોક કરાવવાનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી તપાસના આદેશ આપ્યા છે. ટેલિકોમ મંત્રાલય તપાસ કરશે કે કોર્ટના નામે મોકલવામાં આવેલા બનાવટી આદેશોની ખરાઈ કર્યા વિના અધિકારીઓએ વેબસાઇટ બ્લોક કરવાનો નિર્ણય કેવી રીતે લીધો. તેમજ ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ફોજદારી તપા અલ્હાબાદ અને સ શરૂ કરી છે અને મંત્રાલય પાસે મહત્વપૂર્ણ રેકોર્ડ માગ્યા છે.
સરકારી સ્તરે પણ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી રહી છે.પહેલો કેસ રાજસ્થાન હાઈકોર્ટના નામે મોકલવામાં આવેલા કથિત આદેશ સાથે સંબંધિત છે. ૧૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ રાત્રે ૮૫૯ વાગ્યે, ડીઓટીને ઈમેલ દ્વારા ૨૪ કલાકની અંદર ૩૪ સટ્ટાબાજીની વેબસાઇટ્સને બ્લોક કરવાની માંગ કરવામાં આવી હતી. ૨૧ જુલાઈના રોજ, વિભાગે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ ()ને આ વેબસાઇટ્સની ઍક્સેસ બ્લોક કરવા માટે સૂચનાઓ જારી કરી હતી.બીજા કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના નામે કથિત રીતે તૈયાર કરાયેલ આદેશમાં જસ્ટિસ ગરિમા પ્રસાદનું નામ હતું અને ૯૫ વેબસાઇટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. દસ્તાવેજમાં કોર્ટનો લોગો, સીલ અને ક્યુઆર કોડ પણ દર્શાવવામાં આવ્યા હતા. જેથી તે સત્તાવાર આદેશ હોય તેવું લાગે.
જ્યારે રોઇટર્સે બંને કોર્ટના ઓનલાઈન રેકોર્ડની તપાસ કરી, ત્યારે કથિત આદેશો સંબંધિત કોઈ નોંધ મળી ન હતી. જસ્ટિસ ગરિમા પ્રસાદના અંગત સચિવે પણ લેખિતમાં જણાવ્યું હતું કે પ્રશ્નમાં રહેલા ન્યાયાધીશે આવો કોઈ આદેશ પસાર કર્યો નથી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ થયા પછી, અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના નિર્દેશ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં પોલીસની સાયબર અને ટેકનિકલ ટીમો કથિત રીતે નકલી દસ્તાવેજો બનાવનારા અને સરકારી વિભાગોમાં વહેંચનારા લોકોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે. સૌથી મોટો પ્રશ્ન ટેલિકોમ્યુનિકેશન વિભાગની કામગીરીનો છે.
કોર્ટના આદેશની સત્તાવાર પુષ્ટિ વિના ફક્ત ઇમેઇલ દ્વારા પ્રાપ્ત થયેલા પીડીએફ દસ્તાવેજોના આધારે આટલી મોટી કાર્યવાહી કેવી રીતે થઈ શકે?રોઇટર્સના અહેવાલ મુજબ, વિભાગે તેની પૂછપરછનો જવાબ આપ્યો ન હતો, પરંતુ ૧૧ નવેમ્બર સુધી, બંને કથિત રીતે નકલી આદેશો વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ રહ્યા હતા.રોઇટર્સના અહેવાલ મુજબ, પોલીસે સરકારી પ્રક્રિયાઓમાં નકલી આદેશો કેવી રીતે સામેલ કરવામાં આવ્યા તેની તપાસ કરવા માટે વિભાગ પાસેથી ડિજિટલ રેકોડ્ર્સ અને ટેકનિકલ લોગ પણ માંગ્યા છે.

