Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા

    June 10, 2026

    Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી

    June 10, 2026

    રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા
    • Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી
    • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા
    • Omar Abdullahએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે ભારત ગઠબંધન તરફથી સમર્થન આપવાની માંગ કરી
    • વિપક્ષના નેતા Tejashwi Yadav બિહારની નાણાકીય પરિસ્થિતિ અંગે સરકારને કઠેડામાં ઉભી કરી
    • ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
    • ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?
    • સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું
    રાજકોટ

    Rajkot સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

    Rajkot,તા.૧૦

    Rajkot જિલ્લાના ઉપલેટા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સિનિયર કેજીની પાંચ જેટલી વિદ્યાર્થિનીઓ સાથે ૫૫ વર્ષીય શિક્ષક દ્વારા કથિત રીતે શારીરિક અડપલાં અને યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

    પોલીસ ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક દેવાણંદ બેરાએ ૨૮ જૂન, ૨૦૨૫થી ૨ મે, ૨૦૨૬ દરમિયાન શાળાના વર્ગખંડમાં અભ્યાસ કરતી નાની બાળકીઓ સાથે અયોગ્ય શારીરિક હરકતો કરવામાં આવી હતી. આરોપીએ વિદ્યાર્થીનીઓની નાની ઉંમર અને નિર્દોષતાનો લાભ લઈ તેમની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો તેમજ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રકારના યૌન શોષણના આક્ષેપો કરવામાં આવ્યા છે.

    મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વિદ્યાર્થિનીએ પોતાના માતા-પિતાને ‘બેડ ટચ’ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓએ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરતાં વધુ ચાર બાળકીઓ પણ ભોગ બનનાર હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં વાલીઓ અને સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો હતો.

    એક વિદ્યાર્થિનીની ૩૨ વર્ષીય માતાએ ૮ જૂન, ૨૦૨૬ના રોજ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫(૨), ૩૫૧(૨), ૬૪(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૬, ૮ અને ૧૦ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ૯ જૂનના રોજ આરોપીની ધરપકડ કરી હતી.

    તપાસ અધિકારી વાય. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીઓ અને તેમના વાલીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત બાળકીઓ તેમજ આરોપીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શાળામાં સીસીટીવી કેમેરા ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તપાસમાં અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકીઓના નિવેદનો બીએનએસએસની કલમ ૧૮૩ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે.

    બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગે વિભાગને ૯ જૂનના રોજ માહિતી પ્રાપ્ત થતાં જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. સાથે જ આરોપી શિક્ષક દેવાણંદ બેરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતા ઉભી કરી છે. નાની વયની વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શાળાઓમાં દેખરેખની વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ દ્વારા કેસની તમામ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા આધેડનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot વાહનની ટક્કરે વૃદ્ધનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 10, 2026
    રાજકોટ

    Rajkot જીયાણા પાસે પેટમાં દુખાવા બાદ સગર્ભાનું મોત

    June 10, 2026
    રાજકોટ

    Rajkot ચાર સ્થળે દરોડો, શરાબની 340 બોટલ સાથે 5 ઝડપાયા

    June 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા

    June 10, 2026

    Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી

    June 10, 2026

    રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા

    June 10, 2026

    Omar Abdullahએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે ભારત ગઠબંધન તરફથી સમર્થન આપવાની માંગ કરી

    June 10, 2026

    વિપક્ષના નેતા Tejashwi Yadav બિહારની નાણાકીય પરિસ્થિતિ અંગે સરકારને કઠેડામાં ઉભી કરી

    June 10, 2026

    ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પીએમ મોદીને સ્વ. પીએમ નેહરુનો રેકોર્ડ તોડવા બદલ CM Bhupendra Patel અભિનંદન આપ્યા

    June 10, 2026

    Bhavnagarમાં ૨ ઈલેક્ટ્રીક વાહન સહિત આરટીઓએ કરી ૪૪ સામે કાર્યવાહી

    June 10, 2026

    રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓએ PM Modiને અભિનંદન પાઠવ્યા

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.