લાંબી સારવારના રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા
Rajkot તા.૧૬ઃ
જામનગર જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે રહેતી પ્રેમ લગ્ન કરનાર ૨૦ વર્ષીય નવોઢાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે જામજોધપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય અને હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે
આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના જામજોધપુર તાલુકાના ધુનડા (ગોપ) ગામે રહેતી પાયલબેન પિતા શુક્લભાઈ જોશી ઉંમર વર્ષ ૨૦ વર્ષીય નવોઢાએ ગત તા ૨૬ ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર અર્થે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલના ખસેડવામાં આવી હતી જ્યાં લાંબી સારવાર બાદ ગઈકાલે રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે મૃતકે ૧.૫ વર્ષ પહેલ લગ્ન થયા હતા તેમજ બે ભાઇની એકની એક બેન ના મોત થી પરિવારમાં ગમગીની છવાઈ હતી આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર એ વાઘ વધુ તપાસ ચલાવી રહ્યાં છે

