કારણ અકબંધ એક બેન એક ભાઈના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા
Rajkot તા.૧૪ઃ
રાજકોટ તાલુકાના ભાયાસર ગામે રહેતા ૧૮ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ભાયાસર ગામે રહેતા પિયુષભાઈ હરેશભાઈ ભાલાળા ઉંમર વર્ષ ૧૮ વર્ષીય યુવકે તારીખ ૧૨ ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાત્કાલિક અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા યા ટૂંકી સારવાર દરમિયાન તબીબે યુવકને મૃત જાહેર કરતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકનું આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે આ અંગે મૃતક પોતે શ્રમિક કામ કરતો હોય એક બેનના એકના એકભાઈ ના અચાનક મોતથી પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તેજપાલસિંહે વધુ તપાસ હાથ ધરી છે

