નોટિસ છતાં લેણું ન ચૂકવતા કોર્ટે ફોજદારી કેસ ચલાવ્યો, રૂ.૬૩ હજાર વળતર વળતર બે માસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા
Rajkot તા.૧૪ઃ
શ્રી સદગુરુ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજ્જે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે ડીફોલ્ટર લોન ધારક કિશોરભાઈ ચિતલીયા ને એક વર્ષની સજા અને ચેક ની રકમ નું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતા કિશોરભાઈ ગોકુલદાસ ચિતલીયાએ શ્રી સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ ધિરાણ લીધું હતું ધિરાણની રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી એકાઉન્ટ ક્લોઝના સેરા સાથે પરત ફર્યો હતો બાદ ફરિયાદી મંડળી દ્વારા બાકીદાર કિશોરભાઈ ગોકુલદાસ ચિતલીયાને કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં બાકી લેણું ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે ફરીયાદ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચુકવી આપેલની હકીકકત સાબીત થયેલ છે. જે ફરીયાદ પક્ષે પુરવાર કરેલ છે. કાયદેસરનું લેણું બાકી નીકળે છે તે સાબીત કરેલ છે.ફરીયાદીના વકીલની દલીલમા સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય જેથી આરોપીને કાયદા મુજબની મહતમ સજા કરવી જોઈએ અને વળતર અપાવવું જોઈએ. ચીફ.જયુડી.મેજી. જી.પી. ભોઈએ કિશોરભાઈ ચિતલીયાને ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા અને ૬૩,૦૦૦ વળતર બે માસમાં ચૂકવવામા નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા નો હુકમ કર્યો છે. ફરિયાદી શ્રી સદગુરુ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.તરફે એડવોકેટ તરીકે દિવ્યેશ રૂડકીયા, દર્શિત સોલંકી, દર્શિત પાટડીયા અને ધાર્મિલ પોપટ રોકાયા હતા.

