Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
    • ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત
    • ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ
    • US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર
    • સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?
    • રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે, Akhilesh Yadav
    • Bhavnagar: મહુવા-સોમનાથ હાઈવે પર ઈનોવા કાર પલટતાં દારૂની રેલમછેલ
    • પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો
    અમદાવાદ

    Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 17, 2026Updated:April 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.17
    Ahmedabad શહેરમાં નશીલા પદાર્થોના વધતા જાળ સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મોટું ઓપરેશન હાથ ધરી Bopal વિસ્તારમાં ચાલતા ડ્રગ્સ કારોબારનો પર્દાફાશ કર્યો છે. Rajkotના એક યુવકને ઝડપીને પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે, જેનાથી મોટી સિન્ડિકેટ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને ડ્રગ્સનું વેચાણ કરતો રાજકોટનો નિશાંત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના હાથે ઝડપાયો છે. ચોક્કસ બાતમીના આધારે પી.આઈ. એમ.એન. આદરોજા તથા ટીમે દરોડો પાડતાં સમગ્ર ડ્રગ્સ કારોબારનો ભાંડાફોડ થયો હતો.

    પોલીસ તપાસ દરમિયાન ફ્લેટમાંથી 8.88 ગ્રામ કોકેન (કિંમત રૂ. 4.44 લાખ), 102.59 ગ્રામ મેથએમ્ફેટેમાઈન (રૂ. 10.25 લાખ) અને 46.64 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત બેડરૂમમાંથી 6 દારૂની બોટલો, 24 બિયર ટીન, 4 મોબાઈલ ફોન અને 10 ઇન્સ્યુલિન સિરિંજ પણ કબ્જે કરવામાં આવ્યા છે. દરોડા સમયે આરોપીને મળવા માટે Madhyapradeshના ગ્વાલિયરની Priya નામની યુવતી પણ ફ્લેટમાં હાજર હતી, પરંતુ તેની કોઈ સંડોવણી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

    તપાસમાં બહાર આવ્યું છે કે, નિશાંત છેલ્લા ત્રણ મહિનાથી પરિવારથી અલગ રહીને Bopalમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો અને ત્યાંથી ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો. તેણે ફ્લેટ રૂ. 33,000ના ભાડે લીધો હતો. આરોપી પોતાના ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે ચાર અલગ-અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો

    નિશ્ચિત ગ્રાહકોને જ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે દિલ્હીના ઘોસ્ટ નામથી ઓળખાતા ડીલર પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો. આ ઉપરાંત અમદાવાદના અડાલજ વિસ્તારમાં રહેતા સાન્દ્રા અને રીક નામના શખ્સો મારફતે સંપર્ક સાધીને ડ્રગ્સ મંગાવતો હતો.

    પોલીસે વધુમાં જણાવ્યું છે કે, આરોપી પોતે પણ ડ્રગ્સના વ્યસનમાં હતો અને તે જ કારણસર આ ગેરકાયદેસર કારોબારમાં પ્રવેશ્યો હતો. ડ્રગ્સના જથ્થા સાથે મળી આવેલી ઇન્સ્યુલિન સિરિંજ પરથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

    એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કાર્યવાહીથી પશ્ચિમ અમદાવાદમાં ફેલાયેલા મોટા ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે. પોલીસે આરોપી પાસેથી મળેલા મોબાઈલ ફોનના ડેટા, કોલ રેકોર્ડ અને નેટવર્કને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    રાજ્યવ્યાપી ‘Operation Childhood Freedom’ હેઠળ ૧૪ દિવસમાં ૮૪ બાળમજૂરોને મુક્ત કરાયા

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોટ વિસ્તારમાં રથયાત્રા રૂટ પરનાં ૩૭૨ ભયજનક મકાન અંગે નોટિસ

    June 16, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓનલાઇન જાહેરાત જોઈ ચીનથી મટિરિયલ મગાવવા જતા રૂપિયા ૪૮ લાખ ગુમાવ્યા

    June 16, 2026
    અમદાવાદ

    Chief Minister ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું છે: ખેડૂત આંદોલન પર હર્ષ સંઘવી બોલ્યાં

    June 15, 2026
    અમદાવાદ

    કરીમ સિપાહી દ્વારા આદિત્ય પટેલ નામે ૨૦થી વધુ Hindu યુવતીઓ સાથે છેતરપિંડી, શારીરિક શોષણ અને બ્લેકમેલનો કિસ્સો

    June 15, 2026
    અમદાવાદ

    ભારે વિવાદ બાદ કૃષિ રાજ્યમંત્રી Ramesh કટારાએ શિક્ષકોની માફી માંગી

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026

    US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026

    સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?

    June 16, 2026

    રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે, Akhilesh Yadav

    June 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026

    ૧૬ મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત

    June 16, 2026

    ૪૦ મિનિટમાં ૮ મોટા ભૂકંપ આવતા Chinaમાં ઈમરજન્સી એલર્ટ

    June 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.