Rajkot,તા. ૧૬
સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાઈરેકટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભ મેળવવા માંગતા તમામ નાગરિકોના રેશનકાર્ડ સાથે આધારસીડિંગ અંગેની ઈ-કેવાયસીની કામગીરી હાલ ચાલી રહી છે.
ઇ-કેવાયસી માટે કોઇ પણ રેશનકાર્ડ ધારક પોતે“માય રાશન” એપ્લીકેશન દ્વારા ઘર બેઠા FACE AUTHENTICATION મારફતે તથા ગ્રામ પંચાયત ખાતેના ઈ-ગ્રામ સેન્ટરમાં વી.સી.ઈ. મારફત નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર મારફત, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોના સંચાલકો મારફત, નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા કચેરીમાં, મહાનગરપાલિકાની નજીકની વોર્ડ ઓફિસમાં ઈ-કેવાયસી કરાવી શકાશે.
રાજકોટ જિલ્લાના તમામ એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકોને તા.૩૦/૦૪/૨૦૨૫ પહેલા ઈ-કેવાયસી કરાવી લેવા તથા ઈ-કેવાયસી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો અરજદાર નજીકની મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.