Nagpur,તા.23
ટીમ ઇન્ડિયાના નવા અને ખૂંખાર ફિનિશર તરીકે હવે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રિંકુ સિંહ ઉભરી આવ્યાં થોડાં જ મેચોમાં તેમણે એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આ મામલે હવે તેઓ પંડ્યા કરતા બહુ ઓછા પાછળ છે.
ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હાલ ટીમ ઇન્ડિયાના સૌથી ખતરનાક ફિનિશર તરીકે રિંકુ સિંહ નજરે પડે છે. બુધવાર, 21 જાન્યુઆરીએ નાગપુરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં રિંકુ સિંહે છેલ્લાં ઓવરમાં 2 છક્કા ફટકાર્યા હતા. આ સાથે જ રિંકુ સિંહે મહાન ફિનિશર એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે.
રિંકુ સિંહ હવે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે છેલ્લાં ઓવરમાં સૌથી વધુ છક્કા ફટકારનાર સંયુક્ત રીતે બીજા નંબરના બેટ્સમેન બની ગયા છે. રિંકુ સિંહે આ સાથે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે આ યાદીમાં પ્રથમ સ્થાન પર હાર્દિક પંડ્યા છે.
હાર્દિક પંડ્યાએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20મા ઓવરમાં અત્યાર સુધી 99 બોલનો સામનો કરીને 15 છક્કા ફટકાર્યા છે, જ્યારે રિંકુ સિંહે માત્ર 38 બોલમાં 12 વખત બોલ બાઉન્ડ્રી બહાર મોકલ્યો છે. યાદીમાં સંયુક્ત રીતે બીજા ક્રમે એમએસ ધોની છે, જેમણે 132 બોલમાં 12 છક્કા 20મા ઓવરમાં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં
ફટકાર્યા છે.
રિંકુ સિંહે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે છેલ્લાં ઓવરમાં 28 બોલનો સામનો કરીને 11 છક્કા ફટકાર્યા છે. દિનેશ કાર્તિકે 49 બોલમાં 9 છક્કા અને વિરાટ કોહલીએ 58 બોલમાં 8 છક્કા છેલ્લાં ઓવરમાં ફટકાર્યા છે.
રિંકુ સિંહે પ્રથમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 20 બોલમાં 4 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી 44 રનની તાબડતોબડ ઇનિંગ રમી હતી, જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 220 રહ્યો હતો. તેમની આ ઇનિંગના કારણે ભારતનો સ્કોર 238 રન સુધી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગયા સીરિઝ સુધી રિંકુ સિંહ ભારતની ટી20 ટીમનો ભાગ નહોતા, પરંતુ હવે તેમને ટી20 વર્લ્ડ કપ 2026 માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે ટીમ કોમ્બિનેશનને કારણે રિંકુ સિંહને તક મળી રહી નથી, પરંતુ હાલનાં સમયમાં તેમના જેટલો ખતરનાક ફિનિશર વર્લ્ડ ક્રિકેટમાં પણ મળવો મુશ્કેલ છે, જે પરિર્સ્િથતિ મુજબ બેટિંગ કરવામાં સંપૂર્ણ સક્ષમ છે.
ભારત માટે T20માં 20માં ઓવરમાં સૌથી વધુ છગ્ગા (બોલ)
15 – હાર્દિક પંડ્યા (99)
12 – રિંકુ સિંહ (38)*
12 – એમએસ ધોની (132)
11 – સૂર્યકુમાર યાદવ (28)
9 – દિનેશ કાર્તિક (49)
8 – વિરાટ કોહલી (58)

