છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે
New Delhi તા.૧૨
મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં યુદ્ધનું કેન્દ્ર હવે ઈરાનથી ખસીને સાઉદી અરેબિયા તરફ વળતું જોવા મળી રહ્યું છે. Saudi Arabiaની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત બીજા દિવસે પણ ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વ્યાપક નુકસાન થયું છે.સામે આવેલા ડાકુમેન્ટરી ફૂટેજ અને રિપોટ્ર્સ અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે મોટી સંખ્યામાં ઉમરાહ માટે આવેલા યાત્રીઓ પોતાની ફ્લાઇટ્સમાં સવાર થવા માટે લાઈનમાં ઊભા હતા અને તૈયારી કરી રહ્યા હતા.
અચાનક વિસ્ફોટ થતાં જ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે અત્રતત્ર દોડવા લાગ્યા હતા.સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળ ના જણાવ્યા અનુસાર, રિયાધ એરપોર્ટ પર થયેલા આ નવા હુમલામાં એક પાકિસ્તાની નાગરિકનું મૃત્યુ થયું છે, જ્યારે ૧૧ અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટની સંપત્તિને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેનું હાલ આકલન કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ શનિવારે થયેલા પહેલા હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા, જે છેલ્લા એક દશકથી વધુ સમયમાં સાઉદી અરેબિયાની ધરતી પર થયેલો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.
૨૪ કલાક વધુ એરપોર્ટ બંધઃ ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ ‘હ્લઙ્મૈખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ૨૪’ ના જણાવ્યા અનુસાર, સુરક્ષા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ રિયાધ એરપોર્ટને બંધ રાખવાની મુદત વધુ ૨૪ કલાક માટે વધારી દીધી છે. હવે આ એરપોર્ટ સોમવારે રાત્રે ૨૧ઃ૦૦ ય્સ્ સુધી બંધ રહેશે.નાગરિક ઉડ્ડયન સત્તામંડળે પૂર્વમાં આવેલા ‘દમ્મામ એરપોર્ટ’ પર પણ હુમલો થયાની જાણકારી આપી છે, જેને હૂથીઓએ નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. સાઉદી ગઠબંધન સેનાએ આ વિસ્તારમાં એક ડ્રોનને હવામાં જ તોડી પાડ્યાનું જણાવ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રિયાધ શહેરમાં રવિવારે પણ અનેક જગ્યાએ મોટા ધડાકાના અવાજો સાંભળવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાયેલો છે.

