Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»શાસ્ત્રો મૃત્યુથી બચવા મોક્ષ ફરતા ફરે છે
    ધાર્મિક

    શાસ્ત્રો મૃત્યુથી બચવા મોક્ષ ફરતા ફરે છે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 3, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભ્રૂણ હત્યા પાપ ગણાતું આજે પુણ્ય ગણાય છે. માનવ શરીર બહારથી સુંદર બનતું જાય છે. અંદરથી સડતું જાય છે.લોક-દર્શન સૃષ્ટિના સર્જનને ઊભું રાખવાની વાત કરે છે. માનવીમાં પ્રેમ અને દિવ્યતા ભરેલા પડ્યા છે એવું સમજે છે. માણહને બચવાના ધરમે સમજાવેલા મારગમાં દેવદર્શન – ગંગાસ્નાન જેવા ઉપાયમાં ઉંડે ઉંડે માનવીનો અપરાધ ભાવ – પાપની કબૂલાત વધારે દેખાય છે

    હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પુરાણેલા માણહોમાં ભગવાનની વાતું કરનારા – જ્ઞાની – પંડિતો – દર્શન શાસ્ત્રીઓ – સંગીતકારો – સાહિત્યકારો અને કળાના ઉપાસકો જ હતા. એમાંના એક વિચારકે લખ્યું છે કે મેં મારી જિંદગીમાં ખાવાની વાત કયારે ય કરી નોતી. પણ… કેમ્પમાં આખા દિવસમાં એ જ વખત રોટીનો ટુકડો અને કાળી ચા મફ્રતી. જીવતા રીયા ત્યાં સુધી બધા ખાવાની જ વાતું કરીને પેટ ભરતા. રોટીનો ટુકડો મળતો ઈ પણ એક સાથે ખાઈ જાવાને બદલે એક બટકું ખીસામાં સંઘરી દેતા. કદાચ એવું બને કે આગળ જાતાં કાંઈ નો મળે. ભૂખ લાગે ત્યારે બાર કાઢીને બટકું જોઈ લેતા. રાહત મળતી. સંતાડી દેતા.જીવનમાં શ્વાસ – રોટલો – પાણી – ઊંઘ અને મૈથુન એ શરીરની ભૂખ પીડા છે. આ ન મળે તો મહાન પીડા છે. માણહને જે જોઈએ નથી મળતું એની જ પીડા છે. આ દુખ અને પીડાને કારણે જ સ્વર્ગની રચના ઊભી થઈ હશે. જે મળ્યું હોય એની તો યાદી જ નથી. મલકના બધા ધરમ ભગવાનને મેળવવાની મેનત કરે છે. મળી ગીયાના કયાંય ખાતરીબંધ વાવડ નથી. માણહ પ્રેમની વાતું પણ ઉલળી ઉલળીને કરે છે. હું મારી પત્નીને પ્રેમ કરું છું. બાપ કે છે હું દીકરાને પ્રેમ કરું છું. આ બધાની પ્રેમની વાત સાચી હોત તો ધરતી પરનું માનવ જીવન સુગંધથી મહેંકી ઉઠ્યું હોત. જયારે પ્રેમના વેમમાં તો વિશ્વ ગંધાઈ ઉઠયું છે. પ્રેમ બુદ્ધીનો વિષય નથી – થઈ જાય છે. પળ પળ ચાલુ રે અને ટીપે ટીપે મહાસાગર બની જાય છે. પ્રેમ થીયો એની પેલી ઓળખાણ અહમ્‌નું વિસર્જન છે. અહમ્‌ મરતો નથી ને પ્રેમ કોઈને થાતો નથી. પ્રેમનું વહન ભાષામાં નથી. મૌનનો અનુભવ છે. શરીરની ભાષા છે. ભારતમાં શાસ્ત્ર-પુરાણમાં ચાર વેદ છે. છ દર્શન – એકસો ચોસઠ સ્મૃતિ-શ્રુતિઓ છે. ઉપનિષદ છે. વેદનો સીધો અરથ વેદવું – જાણવું એવો છે. આયુર્વેદ – ધનુર્વેદ જેવી વિદ્યાને પણ વેદ કે છે. વેદમાં છનુ હજાર મંત્ર કર્મકાંડના છે. ચાર હજાર જ્ઞાનના – સોળ હજાર સંસારના છે. વિશ્વની બધી પ્રજા પાંહે પણ એમના શાસ્ત્રો છે. બધાં શાસ્ત્રો મૃત્યુથી બચવા મોક્ષ ફરતા ફરે છે. વિનાશ સુધી જ ચાલે છે. આજે તો અશાંતિ – પીડા – ભય વધતા જ જાય છે. ઈ જોતાં આ બધાં સાધનમાં ભરોસો નથી પડતો. વસ્તી વધતી જાય છે એમ નવા કર્મો પણ વધતા જાય છે. કર્મની વ્યાખ્યા અને સમીકરણો બદલાતા જાય છે. એક સમયમાં પાંચ પુત્ર આશીર્વાદ હતો. આજે શ્રાપ બને છે. ભ્રૂણ હત્યા પાપ ગણાતું આજે પુણ્ય ગણાય છે. માનવ શરીર બહારથી સુંદર બનતું જાય છે. અંદરથી સડતું જાય છે.લોક-દર્શન સૃષ્ટિના સર્જનને ઊભું રાખવાની વાત કરે છે. માનવીમાં પ્રેમ અને દિવ્યતા ભરેલા પડ્યા છે એવું સમજે છે. માણહને બચવાના ધરમે સમજાવેલા મારગમાં દેવદર્શન – ગંગાસ્નાન જેવા ઉપાયમાં ઉંડે ઉંડે માનવીનો અપરાધ ભાવ – પાપની કબૂલાત વધારે દેખાય છે.સૃષ્ટિનો નિયમ વર્તુળમાં હાલતો હશે. બીજમાં આખું ઝાડ સંકેલાઈને બેઠું છે. અદૃશ્ય ચેતનાની પ્રવૃત્તિ છે. બીજ ઝાડ બની જાય છે. ફુલ-ફળ આપી દે છે. છેલ્લે ફરીને સામે બીજ બનીને જ ઊભું રે છે. લોક-દર્શનની મેનત છે કે સૃષ્ટીના સર્જન – પરિવર્તનના નિયમને વધારે ઉંડાણથી સમજી લેવું પડે.માનવ શરીરની ઈંદ્રિયો બહાર દેખાય છે એ સ્થૂળ સ્વરૂપ છે. સ્થૂળ ઈંદ્રિયો બહારના ભૌતિક પદાર્થોના અનુભવ કરે છે. આ ઈંદ્રિયોનું સૂક્ષ્મ સ્વરૂપ શરીરમાં અંદર પણ છે એવું મનાય છે. એને ચેતનાનો અનુભવ થાય છે. આ અનુભવ આત્માનો – શરીરનો સાચો આનંદ છે. આનંદ એક અનુભવ છે. લોક-દર્શનનો અનુભવ છે કે સાઈઠ સિત્તેર વરહના આયખામાં સુખ શાંતિ-આનંદના અનુુભવને સમય તો માંડ માંડ – કટકે કટકે – પાંચ દહ વરહનો ગણાય. સોનું – રૂપું ને રૂપિયામાંથી આનંદ મળવાની વાત વેમ છે. લોક-દર્શન કે છે માણહ ઉંડે ઉંડે જે માગે છે એમાં લાડ-ખમકારો – વહાલ આ ત્રણ વસ્તુ જ છે. જનેતાએ ખોળામાં સૂવડાવીને લાડ લડાવ્યા છે એ બાળકની ચેતનામાં કોતરાઈ જાય છે. છેલ્લા શ્વાસ સુધી મને કોઈ લાડ લડાવે એની વાટ્ય જોવે છે. ખમકારો એટલે કોકનો પડકારો કે હું બેઠો છું. આ ખમકારો બેનની રાખડીમાં દેખાય છે. માણહ ખમકારાની વાટ જોવે છે. દીકરી વહાલનો દરિયો છે. દીકરી બાપને લાડ લડાવે એવાં કોઈ નો લડાવે. સાચો સરવાળો જીવનનો એવો નીકળે છે કે પુરુષ-પતિ પત્નીમાં મા ગોતે છે. સ્ત્રી – દીકરી – પત્ની પતિમાં બાપ ગોતે છે. લાડ ગોતે છે. આ લાડ-ખમકારો – વહાલ પરિવારમાંથી જ મળવાનો છે. આવો પરિવાર તીરથ ધામ છે. વ્યકિત પરિવાર બને. પરિવાર દેશ બને. દેશ વિશ્વ બને.એક ઘટના છે. બગીચાના માળી અને માછીમારની દીકરી પાકી ગોઠણ છે. એક જ નિશાળે ભણે છે. માળીની દીકરી એ ગોઠણને કીધું તું મારે ઘેર રેવા આવ્ય. પરીક્ષાની તીયારી બેય ભેગા કરશું. બેયે ખાઈ પીને આનંદ કર્યો લેશન કરી લીધું. પથારીમાં પડ્યા. બે ત્રણ કલાક થીયા તો યે ગોઠણને નીંદર નથી આવતી. ઊભી થઈને ચારે કોર્ય ખાંખાં ખોળા કરે છે. ગોઠણે પુછયું. તને ઊંઘ કેમ આવતી નથી? શું તકલીફ છે? જવાબ મળ્યો. તારા આ ઓરડામાં આ ફૂલના ઢગલા પડયા છે એની ગંધ મારાથી સહન નથી થાતી.નિદાન એવું છે કે માછીમારની દીકરી માના ઉદરમાં હતી ત્યારથી માછલીની ગંધ શરીરમાં બેહી ગઈ છે. એ સિવાયની બધી ગંધ એના માટે દુર્ગંધ છે. ભૌતિક – સ્થૂળ ઇન્દ્રિયોના અનુભવ – સંસ્કાર બની ગીયા છે. સંસ્કાર કર્મ કરાવે છે. અનુભવ કરાવે છે. એને માછલીની પથારીમાં સૂવડાવો તો જ ઊંઘ આવે. સ્થૂળ ઈન્દ્રિયોના અનુભવ ચેતના સુધી હાલે છે. આ વાતમાં ધરમ – શાસ્તર – માનસશાસ્ત્ર અને સંજોગો માનવીની જરૂરિયાત ભૂખ – તરસ – ઊંઘ – શ્વાસ લેવામાં કોઈ કર્મ કુશળતાની જરૂર નથી પડતી. હર માણહને મા-બાપ – પતિ-પત્ની અને ભાઈ બેન મળે છે એ બધા સુગંધી ફૂલડાં છે.

    scriptures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.