Mumbai,તા.30
‘મૈં વાપસ આઉંગા’ની જોડી શર્વરી અને વેદાંગ રૈનાને ઇમ્તિયાઝ અલીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં રીપિટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ફિલ્મની પટકથા લખાઇ ચૂકી છે અને ઇમ્તિયાઝ અલીએ તેને ઓકે પણ કરી નાંખી છે.
ફિલ્મની કાસ્ટ પણ લગભગ નક્કી થઇ ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ કરના માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શર્વરી અને વેદાંગ રૈનાની જોડી જામી રહી છે. સ્ક્રિન પર તેમની કેમિસ્ટ્રી રસપ્રદ હોઇ ઇમ્તિયાઝ અલીએ આ યુવાન જોડીને રીપિટ કરવાનું જોખમ લીધું હોવાનું મનાય છે. ઇમ્તિયાઝ અલી સ્ટાઇલની આ લવ સ્ટોરી અલગ હોવાની સંભાવનાઓ વધુ છે. ઇમ્તિયાઝ અલી છેલ્લા ઘણાં મહિનાથી આ ફિલ્મની પટકથા પર બારીકાઇથી કામ કરી રહ્યા હતા.
ફિલ્મના બાકીના કળાકારોના નામ અને ફિલ્મનું નામ ફિલ્મનું પ્રોડકશન શરૂ થાય તે પછી જાહેર કરવામાં આવશે. ઇમ્તિયાઝ અલી હટ કે લવસ્ટોરીઓ બનાવવા માટે જાણીતા હોઇ તેમના ચાહકોને આગામી લવસ્ટોરી કેવી હશે તે જોવાની ઉત્સુકતા રહેશે.

