Mumbai,તા.05
સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું આખરી શેડયુલ મુંબઇમાં ચાલી રહ્યું છે.
આ ફિલ્મ મૂળ ડિસેમ્બર ૨૦૨૫માં થિયેટર્સમાં રજૂ થવાની હતી પણ હવે તે એક વર્ષ કરતાં વધારે મોડી પડી જાન્યુઆરી ૨૦૨૭માં રજૂ થશે.
હાલ મુંબઇમાં ગોરેગાંવ ખાતે આ ફિલ્મના આખરી શેડયુલમાં યુદ્ધના બે સીન અને બે ડાન્સ નંબર્સનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. સંજય લીલા ભણશાળી ૩૧ ઓગસ્ટ સુધીમાં ફિલ્મનું શૂટિંગ સમેટી લેવા માંગે છે. કેમ કે ફિલ્મમાં કામ કરતાં ટોચના ત્રણે કળાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અતિવ્યસ્ત છે. રણબીર ‘લવ એન્ડ વોર’નું કામ પુરું થતાં જ રામાયણનું પ્રમોશન શરૂ કરશે. સપ્ટેમ્બરની મધ્યમાં રણબીર કપૂર પ્રમોશનનું કામ શરૂ કરે તેમ લાગે છે.નિર્દેશક સંજય લીલા ભણશાળીએ યુદ્ધના બે સીનના શૂટિંગ માટે રિહર્સલ કરવા દસ દિવસ ફાળવ્યા છે. ૩૦૦થી ૩૫૦ જુનિયર આર્ટિસ્ટો અને ૫૦ સ્ટન્ટ પરફોર્મ કરનારાં આ વોર સીનના શૂટિંગમાં ભાગ લઇ રહ્યા છે.

