Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે યુ.પી.ના રાજ્યપાલ

    May 5, 2026

    Gondal બીએપીએસ સ્વામિ ગુરૂકુલનું ધો.12 સાયન્સનું ઉજજવળ પરિણામ

    May 5, 2026

    Bhavnagar આંગણવાડી, આશાવર્કરો વ્યાપક આંદોલન છેડવાનાં મુડમાં

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે યુ.પી.ના રાજ્યપાલ
    • Gondal બીએપીએસ સ્વામિ ગુરૂકુલનું ધો.12 સાયન્સનું ઉજજવળ પરિણામ
    • Bhavnagar આંગણવાડી, આશાવર્કરો વ્યાપક આંદોલન છેડવાનાં મુડમાં
    • Rajkot થી પુત્ર-પુત્રવધુએ તળાજા આવી માતા-પિતાની હત્યા કરી સળગાવી દીધા
    • 05 મેનું પંચાંગ
    • 05 મેનું રાશિફળ
    • ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા..!!
    • વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»હેલ્થ»શું બ્રશ કર્યા પછી તરત જ કોગળા ન કરવા જોઈએ ?
    હેલ્થ

    શું બ્રશ કર્યા પછી તરત જ કોગળા ન કરવા જોઈએ ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આપણે રોજ સવારે અને અમુક લોકો રાત્રે બ્રશ કરતાં હોય છે. આપણે બ્રશ કર્યા બાદ સામાન્ય રીતે કોગળા કરીએ છીએ. આ એક મૌખિક સ્વચ્છતાની કવાયત હોય છે જેને લોકો અનુસરે છે પરંતુ જો અમે તમને કહીએ કે તમે આ મૂળભૂત, રોજિંદું કાર્ય ખોટી રીતે કરી રહ્યાં છો તો ?

    ઇન્ટરનેટ પર અનેક વાયરલ વીડિયો અનુસાર, તમારે દાંત સાફ કર્યા પછી કોગળા કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. કેમ ? ક્લિપ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂથપેસ્ટમાં રહેલાં ફ્લોરાઇડને તેનું કામ કરવા માટે પૂરતો સમય મળતો નથી. જે તમારા દાંતને મજબૂત બનાવે છે. શું આ દાવો સાચો છે, કે પછી ’વ્યૂઝ’ અને ’શેર’ માટે ઓનલાઇન ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે ?

    દાંતનાં ડોક્ટરોને પૂછવા પર તેઓએ જણાવ્યું હતું કે, આ વાયરલ વિડિઓ જે સૂચવે છે તે સાચું છે. દાંતનાં ડોક્ટરો સંમત થાય છે કે કોઈએ દાંત સાફ કર્યા પછી પાણીથી તરત જ કોગળા કરવાનું ટાળવું જોઈએ.

    દાંતનાં ડોક્ટરે કહ્યું કે, બ્રશ કર્યા પછી તમારાં મોઢાને પાણી અથવા માઉથવોશથી ધોવું જોઈએ નહીં.  બ્રશ કર્યા પછી અને માઉથવોશનો ઉપયોગ કર્યા પછી જો તમે કોગળા કરો છો, તો તમે ફ્લોરાઇડને ધોઈ નાખો છો, અને તે સડો અટકાવી શકતું નથી.

    જ્યારે ફ્લોરાઇડ તમારા દાંત પર લાંબા સમય સુધી રહે છે ત્યારે તે સૌથી વધુ અસરકારક કામ કરી શકે છે. ” દાંતનાં ડોક્ટરો સૂચવે છે કે વધારાની ટૂથપેસ્ટને થૂંકીને પાણી પીતાં પહેલાં 20-30 મિનિટ સુધી રાહ જોવી જોઈએ.

    નોઇડાની ન્યુમેદ હોસ્પિટલના ડેન્ટલ વિભાગનાં વડા ડો.સુમન યાદવ કહે છે કે જો કોઈને દાંત સાફ કર્યા પછી તરત જ મોં ધોવાની જરૂર લાગે છે, તો ફ્લોરાઇડ વાળા પાણીનો કોગળા માટે ઉપયોગ કરવો જોઈએ. ફ્લોરાઇડ એક ખનિજ છે, જે દાંતને બેક્ટેરિયા અને મોઢામાં ઉત્પન્ન થતાં એસિડથી સુરક્ષિત રાખે છે જે દાંતનાં સડાને ઘટાડે છે.

    જ્યારે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ દાંતના સંપર્કમાં આવે છે, ત્યારે તે સ્ફટિક માળખામાં સંકલિત થાય છે અને ફ્લોરાપેટાઇટ નામનું ખનિજ બનાવે છે, જે એસિડ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલું જ નહીં, પરંતુ તે કેલ્શિયમ અને ફોસ્ફેટ આયનોને પ્રોત્સાહિત કરીને દાંતનાં વિકાસમાં પણ ફાળો આપે છે, જે દાંત પર નવી સપાટી બનાવે છે.

    દાંતનાં ડોક્ટરો ફ્લોરાઇડને એક મહત્વપૂર્ણ ટૂથપેસ્ટ ઘટક તરીકે ગણાવે છે. જો કે, બાળકો અને જેમને ડેન્ટલ ફ્લોરોસિસનું નિદાન થયું હોય તેઓને ફ્લોરાઇડ ધરાવતાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જે બાળકો દાંત સાફ કરતી વખતે આકસ્મિક રીતે ટૂથપેસ્ટ ગળી જાય છે, તેમને પણ ફ્લોરાઇડ-ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે

    ફ્લોરાઇડ-ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરતી વખતે તમારે કોગળા ન કરવાનાં નિયમને અનુસરવાની જરૂર નથી. દાંતનાં ડોક્ટરો આ ખનિજ ધરાવતાં ન હોય તેવાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપતાં નથી.

    દાંતની તંદુરસ્તી  વધારવા માટેની ટીપ્સ 
    :-  નરમ બ્રશનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત  બ્રશ કરો. ગોળાકાર ગતિમાં બ્રશ કરો જેથી દાંતની બધી સપાટીઓ સાફ થઈ શકે.
    :-  તમારી દિનચર્યામાં ફ્લોસિંગનો ઉમેરો કરો. ફ્લોસિંગ એ એક પ્લાસ્ટિકનો દોરો હોય છે જે દરેક દાંતની વચ્ચેથી પસાર કરીને દાંતોની સફાઇ કરે છે.  ફ્લોસિંગનો ઉપયોગ કરીને ખોરાકનાં કણોને એવાં વિસ્તારોમાંથી દૂર કરી શકાય છે જ્યાં બ્રશ પહોંચી શકતું નથી.
    :- તમારી જાતને હાઇડ્રેટેડ રાખો અને ખાંડ અને એસિડિક આહારના સેવનને મર્યાદિત કરો, કારણ કે તે દાંતનાં સડા તરફ દોરી શકે છે.
    :- નિષ્ણાતો બેક્ટેરિયાને ઘટાડવા અને તમારાં શ્વાસને તાજો કરવા માટે એન્ટિબેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. આલ્કોહોલથી મુક્ત હોય તે પસંદ કરવું જોઈએ.
    :- ધૂમ્રપાન અથવા તમાકુનો ઉપયોગ સમગ્ર આરોગ્ય માટે હાનિકારક છે, જેમાં મૌખિક આરોગ્યનો પણ સમાવેશ થાય છે. તેનાથી દાંતમાં સડો, પેઢાના રોગ અને મોઢાનાં કેન્સરનું જોખમ વધી જાય છે. નિકોટિનથી દાંત પર ડાઘ પડી જાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    વિપશ્યના એટલે શીલ, સમાધિ, અને પ્રજ્ઞાનાં ત્રિસ્તરીય આવરણ વડે ચિત્તશોધન અને સદગુણ વર્ધન માટેની પ્રક્રિયા,

    May 4, 2026
    લેખ

    સંપૂર્ણ આહાર : દૂધ,ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ

    May 4, 2026
    વ્યાપાર

    Indian stock market 28 એપ્રિલથી 2 મે, 2026 સુધી નોંધપાત્ર અસ્થિરતા અને નબળાઈનો અનુભવ કર્યો

    May 4, 2026
    લેખ

    તંત્રી લેખ… આગની શ્રેણી

    May 4, 2026
    લેખ

    03 મે, વિશ્વ હાસ્ય દિવસ

    May 2, 2026
    લેખ

    3 મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે યુ.પી.ના રાજ્યપાલ

    May 5, 2026

    Gondal બીએપીએસ સ્વામિ ગુરૂકુલનું ધો.12 સાયન્સનું ઉજજવળ પરિણામ

    May 5, 2026

    Bhavnagar આંગણવાડી, આશાવર્કરો વ્યાપક આંદોલન છેડવાનાં મુડમાં

    May 5, 2026

    Rajkot થી પુત્ર-પુત્રવધુએ તળાજા આવી માતા-પિતાની હત્યા કરી સળગાવી દીધા

    May 5, 2026

    05 મેનું પંચાંગ

    May 4, 2026

    05 મેનું રાશિફળ

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે યુ.પી.ના રાજ્યપાલ

    May 5, 2026

    Gondal બીએપીએસ સ્વામિ ગુરૂકુલનું ધો.12 સાયન્સનું ઉજજવળ પરિણામ

    May 5, 2026

    Bhavnagar આંગણવાડી, આશાવર્કરો વ્યાપક આંદોલન છેડવાનાં મુડમાં

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.