Dhank તા.૧૧
ઉપલેટા તાલુકાના મેઈન બજારમાં આવેલ પુષ્ટી સંપ્રદાય વૈષ્ણવ હવેલી ખાતે તા.૧૩ ને સોમવારના રોજ વલ્લભાચાર્યની જયંતિ તા.૧૩ એપ્રિલના રોજ ૫૪૯ જયંતીની ઉજવણી કરશે. ચૈત્રવદ ૧૧ ને સોમવાર તા.૧૩ ના રોજ અખંડ ભૂમંડલાચાર્ય જદગુરૂ વલ્લભાચાર્યજીને ૫૪૯ પ્રાગ્ટય મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. મુખ્ય મહોત્સવમાં ૭ કલાકે પુષ્ટિઘ્વજવંદન, ૮.૧૫ કલાકે સર્વોતમ સ્તોત્રમ પાઠનુ પઠન થશે બપોરે રાજભોગ થશે. ૩ વાગ્યે ગામના માંડવી ચોક, લુવાર ચોક, નવાપરા ચોક, મેઈન બજાર ફરી ૫૨૦ આવશે. વલ્લાચાર્ય પ્રાગ્ટયના પ્રસંગે સર્વ વૈષ્ણવ બહેનો આ કાર્યક્રમમાં હાજરી આપી ઉત્સવની અલૌકિક ઉજવણીમાં ઢાંકની પુષ્ટી સંપ્રદાય વૈષ્ણવ હવેલીના મુખ્યાજી રવિકાંત શર્માજી અને તેમના પત્ની મંજુબેન શર્માજી દ્વારા સર્વે વૈષ્ણવનો હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

