રૂા.૬,૧૪ લાખ ફરીયાદીને વળતર ચુકવવામાં કસુર ઠરે તો નીલેશ ખુંટને વધુ એક માસની સજા
Rajkot,તા.04
છાપરા સ્થિત ફુવાજી સસરાની વેસ્ટર્ન ઈરીગેશન સીસ્ટમ પ્રા.લી.માંથી ખરીદેલ માલની ચુકવણી માટે આપેલો રૂા.૬,૧૪, લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં શ્રીરામ મશીનરીના પ્રોપરાઈટરને છ માસની સજા અને ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરના સત્યસાંઈ રોડ ઉપર ફુલવાડી પાર્કમાં રહેતા અને કાલાવડ રોડ ઉપર છાપરા પાસે વેસ્ટર્ન ઈરીગેશન સીસ્ટમ પ્રા.લી.ના નામે એચ.ડી.પી.ઈ. વિગેરે પાઈપ બનાવવાનો ધંધો કરતા રાજેશ કેશુભાઈ તારપરા પાસેથી કાલાવડ રોડ ઉપર ડેકોરા સ્કાય હીલમાં રહેતા અને છોટા ઉદેપુરના રતનપુર ખાતે શ્રીરામ મશીનરીના નામે ધંધો કરતા નીલેશ રમેશભાઈ ખુંટે રૂા.૬,૧૪,૪૯૮નો બાકીમા ખરીદ કરેલ માલની ચુકવણી માટે આપેલો ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. જે અંગે પાઠવેલી નોટીસ બજી જવા છતા રકમ નહી ચુકવતા ફરીયાદીએ કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆત અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે શ્રીરામ મશીનરીના માલીક નીલેશ ખુંટને છ માસની સજા અને રૂા.૬,૧૪,૪૯૮ ફરીયાદીને વળતર તરીકે ચુકવવામાં કસુર કરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે. ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા, નીરવ દોંગા તથા મદદમાં આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ રાકાયા હતા.

