New Delhi,તા.25
મતદાન સમયે `નોટા’- નન ઓફ ધ એબોય’ ના વિકલ્પને મજબૂત બનાવવા અને ખાસ કરીને એક જ વ્યક્તિ જો ઉમેદવાર હોય તો પણ તેની સામે `નોટા’ના ઉપયોગની ચુંટણી યોજવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમકોર્ટ સુનાવણી સમયે દેશમાં મતદાન વધે અને મતદાન ફરજીયાત અને તે જોવાની આવશ્યકતા દર્શાવી હતી.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, મતદાન ફરજીયાત કરવા માટે શિક્ષાત્મક નહી પ્રોત્સાહક પગલા લેવા જોઈએ. મતદાન નહી કરનાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી જરૂરી નથી. જો એક વખત વધુને વધુ લોકો મતદાન કરશે તો નાટોનો વિકલ્પ આપોઆપ બિનપ્રસ્તુત થઈ જશે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે દશકાઓનો અનુભવે છે કે આપણો મતદાન ટકાવારી બહું પ્રોત્સાહીત રહી નથી. અનેક વખત જે રીતે ચુંટણીમાં એક જ ઉમેદવાર હોવાથી તે બિનહરીફ વિજેતા બને છે અને લોકોને પસંદગીનો વિકલ્પ જ રહેતો નથી તેના બદલે જો એક જ ઉમેદવાર ચુંટણીમાં હોય તો તેની સામે `નોટા’ને ઉમેદવાર ગણી લોકોને મતદાનમાં વિકલ્પ આપવામાં આવે તેવી માંગણી કરતી એક જાહેર હિતની અરજી પર સુનાવણી સમયે સુપ્રીમે આ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું.
જો કે સરકાર વતી રજુ થયેલા એટર્ની જનરલ આર.વૈંકટરમણએ જણાવ્યું હતું કે જયારે મતદાન મૂળભૂત અધિકાર નથી તો તે સંદર્ભની જાહેર હિતની અરજી ટકી શકે નહી. સુપ્રીમ સમક્ષ રજુઆત થઈ કે શક્તિશાળી ઉમેદવાર નાણા-મસલ્સ તાકાતનો ઉપયોગ કરી અન્ય હરીફને ખસેડીને બિનહરીફ જીતી જાય છે પણ તે લોકોની પસંદગીથી ચુંટાયા છે તે નિશ્ચિત થતુ નથી.
જનરલે એ મુદો પણ ઉઠાવ્યો કે લોકપ્રતિનિધિત્વ ધારામાં કોઈ ફેરફાર એ સંસદનું કામ છે. ન્યાયતંત્રએ તેમાં પડવું જોઈએ નહી. સુપ્રીમ કોર્ટે જો કે સુનાવણી ચાલુ રાખતા કહ્યું કે શહેરી ક્ષેત્રમાં લોકો ઓછા મતદાન માટે આવે છે તે ચિંતા હોવી જોઈએ.

