Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં MMTHની કામગીરીના કારણે છ મહિના માટે કેટલાક રસ્તા બંધ રહેશે
    સુરત

    Suratમાં MMTHની કામગીરીના કારણે છ મહિના માટે કેટલાક રસ્તા બંધ રહેશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 27, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.27 

    સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પરંતુ હવે આગામી છ મહિના સુધી સુરત તરફ આવતો વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીના રસ્તા પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, પરંતુ આ રૂટ પર આવેલા દબાણો હટાવવા એ પાલિકા માટે પડકાર બની રહ્યો છે. આ પ્રતિબંધો અને ગેરકાયદે દબાણોના કારણે આગામી છ મહિના સુધી વધુ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી શકે તેવી શક્યતા નકારી શકાય નહિ.

    સુરતમાં હાલ મેટ્રોની કામગીરીને કારણે અનેક રૂટ ડાયવર્ટ થઈ રહ્યા છે તેમાં હવે સુરત રેલ્વે સ્ટેશનને વધુ આધુનિક બનાવવા માટે MMTHની કામગીરી ચાલી રહી છે. આ માટે હાલમાં નવા ફ્લાય ઓવરબ્રિજ વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવા માટે કન્સ્ટ્રકશનની કામગીરી સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવશે. આ બ્રિજની કામગીરી છ મહિના સુધી ચાલે તેમ હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ કામગીરી છ માસ સુધી ચાલી શકે તેમ હોવાથી પોલીસ દ્વારા વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો છ માસ માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ જાહેરનામાના કારણે ખાનગી લકઝરી બસ હીરાબાગ સર્કલથી આગળ મિનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, તરફ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીના સમય દરમ્યાન જઈ શકશે. ઉપરાંત વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી વૈશાલી ત્રણ રસ્તા સુધી રોડની સાઇડમાં આવેલા ફૂટપાથ ઉપર દુકાનદારો, રાહદારીઓ માટે પગપાળા અવરજવર કરી શકશે. પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, પરંતુ આ વૈકલ્પિક રૂટ પર અન્ય વિસ્તારની જેમ આ વિસ્તારમાં પણ ફૂટપાથ તથા રોડ પર દબાણ રહે છે તેથી પાલિકા અને પોલીસ માટે આ દબાણ દૂર કરવા મોટો પડકાર છે.

    હેવી ટ્રક તથા ખાનગી લકઝરી બસ સિવાયના વાહનો હીરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ વસંત ભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે 20 મીટર આગળ જઈ ડાબી બાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુ વળી ત્રિકમ નગર સોસાયટી તથા સિદ્ધાર્થ નગર સોસાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળથી ઉગમ નગર ત્રણ રસ્તા (શ્યામજીભાઈ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ લંબેહનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુ આગળ સીધા જઈ પોદ્દાર આર્કેડથી ડાબી બાજુ વળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઈ શકશે.

    હેવી ટ્રક તથા ખાનગી લકઝરી બસ સિવાયના વાહનો હીરાબાગ જંકશનથી મિનીબજારથી જમણી બાજુ વળી માનગઢ ચોક, અંકુર ચાર રસ્તા, દેવજી નગર ત્રણ રસ્તાથી તા.09/05/2019ના પોલીસ કમિશ્નરના ભારે, માલ વાહક અને લક્ઝરી બસો માટેના જાહેરનામા મુજબ આપવામાં આવેલ છૂટછાટ મુજબના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં આવતી હેવી ટ્રક અને લક્ઝરી બસો હીરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઈ તેની આજુબાજુના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઈ કતારગામ તરફ જઈ શકશે. કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લક્ઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હીરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઈ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જૂની બોમ્બે માર્કેટ થઈ સુરત શહેરમાં જઈ શકશે. જોકે, ફરજ પરના પોલીસ વિભાગના, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, SMC અને સરકારી તમામ વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Surat: સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.