Mumbai, તા. 17
કેન્દ્ર સરકારનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજુ થાય છે. આ વર્ષે રવિવાર હોવા છતાં સરકારે પરંપરામાં કોઇ બદલાવ કરવાના બદલે રવિવારે જ બજેટ રજુ કરવાનું જાહેર કર્યુ છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજાર પણ રવિવારની રજા હોવા છતાં ખુલ્લા રાખવાનું નકકી કરવામાં આવ્યું છે.
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા સત્તાવાર પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે જે મુજબ નોર્મલ દિવસોની જેમ જ સવારે 9.1પથી 3.30 સુધી શેરબજાર ખુલ્લુ રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટના આધારે શેરબજારનો ટ્રેન્ડ નકકી થતો હોય છે અને સારી એવી વધઘટ પણ થાય છે.
બજેટના દિવસે માર્કેટ બંધ રહેવાના સંજોગોમાં બીજા દિવસે ઉથલપાથલ સર્જાઇ શકે અને તેમાં ઇન્વેસ્ટરો ફસાઇ જવાનું જોખમ ઉભુ થઇ શકે. આ સંજોગોમાં માર્કેટ ખુલ્લુ રાખવાનું નકકી કરાયાનું મનાય છે.

