Surendranagar, તા.19
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લિંબડી નેશનલ હાઇવે પર રામદેવ હોટલ નજીક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ડમ્પર અને કાર સામસામે ટકરાયા હતા, જેના કારણે બંને વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આમાટે માત્ર એક જ લેન ખુલ્લી હતી. આ સિંગલ રોડને અકસ્માત સર્જાયો તે સમયે હાઇવે પર એક તરફ રોડનું કામ ચાલુ હોવાથી વાહનવ્યવહાર કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરી જામ હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને પરિસિ્થતિને સામાન્ય બનાવી હતી.

