બંને બાળકોને શોધી કાઢી પોલીસે એક મહિલાને ઝડપી લીધી
Morbi,તા.17
ટંકારાના નેકનામ ગામેથી દોઢ વર્ષ અને ત્રણ વર્ષના એમ બે બાળકોના અપહરણ થતા ટંકારા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને ટંકારા તેમજ વાંકાનેર પંથકમાં તપાસ ચલાવતા એક મહિલા આરોપીને ઝડપી લઈને બંને બાળકોને શોધી કાઢવામાં ટીમને સફળતા મળી છે
નેકનામ ગામની સીમમાં રહેતા ફરિયાદી કેશરભાઈ જેઠાભાઈ બારીઆએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૬-૧૨ ના સવારના સાડા દસ વાગ્યાના અરસામાં નેકનામ ગામની સીમમાં વાડીએ ફરિયાદીના બે પુત્ર હાર્દિક (ઉ.વ.૦૩) અને વૈભવ (ઉ.વ.૧.૫) બંનેનું અપહરણ થયું છે જેથી ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસથી તપાસ ચલાવી નેકનામ, મીતાણા ગામ તેમજ વાંકાનેરના વાલાસણ ગામ અને વાંકાનેર શહેરમાં તપાસ ચલાવી હતી જેમાં અપહરણ કરાયેલ બંને બાળકોને સહી સલામત શોધી કાઢી એક મહિલા આરોપીને ઝડપી લીધી છે જે મહિલા ગોળગોળ જવાબ આપી પોતાના નામ પણ અલગ અલગ બતાવતી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે પોલીસે મહિલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે

