Surendaranagar, તા.1
અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ દ્વારા આ પોર્ટલનો સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. આ અનુસંધાને પોલીસ અધિક્ષક પ્રમસુખ ડેલુ તથા એસ.એસ. ભદોરીયા, ચોટીલા વિભાગ દ્વારા જરુરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ છે.
પો.ઇન્સ. ટી.બી. હિરાણીના માર્ગદર્શન હેઠળ બિંદુબા ઝાલાનાઓ દ્વારા ગુમ-ખોવાયેલ-ચોરાયેલ મોબાઇલ ફોનની સમયસર સીઇઆઇઆર મોડ્યુલમાં એન્ટ્રી કરી, ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે વિવિધ કંપનીના તથા અલગ-અલગ કિંમતો ધરાવતા કુલ મોબાઇલ નં.10 જેની કિંમત રૂા.1,97,496 થાય છે તે સફળતાપૂર્વક રીકવર કરવામાં આવ્યા.
આ કામગીરીમાં વિજયભાઇ ખોડાભાઇ, ભાવેશભાઇ લાલજીભાઇ, સુખાભાઇ ખોડાભાઇ, પ્રધ્યુમનભાઇ બંશીભાઇ, આરતીબેન રમેશભાઇ, ભરતભાઇ ભીમાભાઇ, નાગજીભાઇ મોહનભાઇ, નરશીભાઇ બચુભાઇ, નરોતમભાઇ ભીખાભાઇ, વશરામભાઇ ખોડાભાઇએ મોબાઇલ પરત અપાવ્યા હતા. પોલીસ ઇન્સ. ટી.બી. હિરાણી, બિંદુબા ઝાલા તપાસ રંગ લાવી હતી.

