Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    જૂનાગઢ

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આત્મનિર્ભર કૃષિ માટે ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓની ભૂમિકા વિષય પર યોજાયેલા અધિવેશનમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ લીધો ભાગ

    Junagadh તા.૨૭ઃ

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાત, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર કૃષિ માટે ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓની ભૂમિકા વિષય પર એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન તા. ૨૪ અને ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાયું હતું.

    બે દિવસીય આ અધિવેશનમાં ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી સહિતની સંસ્થાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગ, સહકારી પ્રવૃત્તિઓના સશક્તિકરણ તેમજ ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધારવા માટેના વિવિધ અભિગમો અંગે વિચારવિમર્શ કરવાનો હતો.

    આ પ્રસંગે અધ્યક્ષસ્થાને અને ઉદૃઘાટક તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયા  ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ.ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, વિશિષ્ટ અતિથિઓ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એ. જી. પાનસુરિયા, -ભારતીય મગફળી સંશોધન સંસ્થાના નિયામક ડૉ. એસ. કે. બેરા તથા કન્વીનર અને કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એગ્રીવિઝન ગુજરાતના રાજ્ય સંયોજક અને આયોજન સચિવ શ્રી કેશવ કશ્યપ તથા એગ્રીવિઝનના રાષ્ટ્રીય પ્રભારી શ્રી વિક્રમ ફરશ્વાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

    અધિવેશન દરમિયાન કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોને આવરી લેતી છ મુખ્ય થીમ્સ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન, પ્રાકૃતિક ખેતી અને બાયોટેકનોલોજી, કૃષિ ઇજનેરી, ડેરી અને ફૂડ ટેકનોલોજી, બાગાયત, વનીકરણ અને ગૃહવિજ્ઞાન, પશુપાલન, પશુધન અને મત્સ્યપાલન, કૃષિ વ્યવસાય, ડેટા સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રોના પ્રવાહો અને સફળ પ્રયોગો તથા કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનના ક્ષેત્રોમાં નવીન વ્યવસાયિક વિચારો અને મોડેલ્સના પ્રદર્શનનો સમાવેશ થયો હતો. આ થીમ્સનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને સહકારી પ્રવૃત્તિઓના સમન્વય દ્વારા કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

    વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને તેમની સંશોધન પ્રવૃત્તિઓ, નવીન વિચારો અને ટેકનોલોજીકલ આવિષ્કારો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવાના હેતુથી અધિવેશનમાં મૌખિક સંશોધન રજૂઆતો, પોસ્ટર રજૂઆતો અને મોડેલ રજૂઆતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪ મૌખિક રજૂઆતો, ૧૦૩ પોસ્ટર રજૂઆતો અને ૪ મોડેલ રજૂઆતો સહિત કુલ ૧૨૧ રજૂઆતો કરવામાં આવી હતી.

    આ અધિવેશનમાં કૃષિ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરનાર છ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ યોજાયો હતો. આ સંવાદ દરમિયાન ઉદ્યોગસાહસિકોએ પોતાની સફળતાની સફર, વ્યવહારુ અનુભવો, નવીન અભિગમો અને કૃષિ ક્ષેત્રમાં આપેલા યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સંવાદથી વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓને કૃષિ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્વરોજગારની તકો અંગે પ્રેરણા મળી હતી.

    અધિવેશનના સમાપન સમારોહમાં અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયાએ ઉપરાંત એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુશ્રી સુરભી દવે, એગ્રીવિઝનના રાષ્ટ્રીય સહ-સંયોજક શ્રી સનત તોતિગર, એબીવીપીના રાજ્ય સચિવ શ્રી દેવાંશ બ્રહ્મભટ્ટ અને એગ્રીવિઝનના રાજ્ય પ્રમુખ ડૉ. અજય મારુએ પણ સંબોધન કર્યું હતું. સમારોહ દરમિયાન એગ્રીવિઝનની નવી રાજ્ય ટીમની જાહેરાત કરવામાં આવી હતી તેમજ મહાનુભાવોનું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે એગ્રીવિઝન ગુજરાતના રાજ્ય પ્રમુખ ડૉ. પરાગ પંડિતે આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહ પૂર્ણ થયો હતો.

    અધિવેશન દરમિયાન વૈજ્ઞાનિક સંશોધન, નવીન ટેકનોલોજી, કૃષિ ઉદ્યોગસાહસિકતા અને સહકાર આધારિત વિકાસ દ્વારા કૃષિને વધુ ઉત્પાદક, ટકાઉ અને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અધિવેશને વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, યુવા સંશોધકો અને કૃષિ ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવી જ્ઞાનના આદાનપ્રદાન, સંશોધન અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડી હતી.

    ટેકનોલોજી, સહકાર અને ઉદ્યોગસાહસિકતાના સમન્વય દ્વારા આત્મનિર્ભર કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલું એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

    અધિવેશનના સફળ આયોજન માટે કન્વીનર તરીકે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના ડૉ. કે. સી. પટેલે જવાબદારી નિભાવી હતી. કો-કન્વીનર તરીકે પ્રો. ડૉ. ગિરીશ પ્રજાપતિ, એગ્રીવિઝન ગુજરાતના ડૉ. અજય મારુએ, સબ-કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરી હતી. કામધેનુ યુનિવર્સિટીના પ્રો.ડૉ. મનીષ પરમાર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ. પી. એ. પંડ્યાએ જોઇન્ટ કન્વીનર તરીકે સેવા આપી હતી.  આયોજન સચિવ તરીકે કન્વીનર, એગ્રીવિઝન ગુજરાત રાજ્યના શ્રી કેશવ કશ્યપ અને સુશ્રી હેત્વી બૂટાણીએ, જ્યારે સહ-આયોજન સચિવ તરીકે શ્રી ગોકુલ સોરઠિયા અને શ્રી મન સાગરે જવાબદારી સંભાળી હતી. સમગ્ર આયોજનમાં આયોજક ટીમના સભ્યોના સંકલન અને સહયોગથી અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડૉ. કે. સી. પટેલની યાદીમાં જણાવાયું છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    Next Article Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadh: સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ

    October 27, 2026
    જૂનાગઢ

    Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત

    October 21, 2026
    જૂનાગઢ

    આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃ બેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

    October 21, 2026
    જૂનાગઢ

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ, જી.આર.ડી. મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    જૂનાગઢ

    Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ, મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના

    October 13, 2026
    જૂનાગઢ

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 21:42
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.