Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    અમરેલી

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૭ઃ

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) દ્વારા આજે સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રેલવે એન્જિન આ ટ્રેક ઉપર દોડાવી લાઇનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હોવાનું જાણવા મળે છે. હવે સીઆરએસનું પ્રમાણપત્ર મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં રેલવેના વિકાસ, મુસાફરોની સુવિધાઓ અને વિવિધ રેલવે સેવાઓ શરૂ કરવા સહિતના પ્રશ્નો અંગે અમરેલી મિશન બ્રોડગેજ  દ્વારા ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

    અમરેલી રેલવે સ્ટેશન ખાતે આજે હાથ ધરાયેલા સુરક્ષા નિરીક્ષણમાં કમિશનર ઓફ રેલવે સેફ્ટી સાથે વિવિધ અધિકારીઓની ટીમ જોડાઈ હતી. અમરેલી-ખીજડીયા બ્રોડગેજ લાઇન પર એન્જિનને ૧૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવી રેલવે લાઇનની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ સફળ રહ્યા બાદ હવે સત્તાવાર પ્રમાણપત્ર મળવાની રાહ જોવાઈ રહી છે.

    પ્રમાણપત્ર મળ્યા પછી ટ્રેન શરૂ કરવા રેલવે તંત્ર દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અમરેલી જિલ્લામાં રેલવેની સુવિધાઓનો વિસ્તાર કરવા અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મિશન બ્રોડગેજ અમરેલી આજે દ્વારા તા.૨૭ ઓક્ટો.ના રોજ ભાવનગર રેલવે વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં અમરેલી-ખીજડીયા બ્રોડગેજનું કામ ઝડપથી પૂર્ણ કરવા સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

    રજૂઆતમાં અમરેલી બ્રોડગેજ સર્વે પૂર્ણ કરી તાત્કાલિક કામ શરૂ કરવા, ખીજડીયા-વિસાવદર રેલવે લાઇનનું બ્રોડગેજનું કામ ઝડપથી શરૂ કરવા તેમજ ખીજડીયા-જૂનાગઢ અને ખીજડીયા-વેરાવળ લાઇનનું કામ અટક્યા વગર આગળ વધારવાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વેરાવળ- હરિદ્વાર ટ્રેનનો ચિતલ, લાઠી અને વડિયા ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

    અમરેલીના વેપારીઓને અમદાવાદ જવા-આવવા માટે અનુકૂળ સમયની સીધી ટ્રેન સેવા શરૂ કરવા અને ધારી-જૂનાગઢ વચ્ચે બંધ થયેલી મીટરગેજ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.

    હાલની સુરત-અમદાવાદ ટ્રેન માટે વધુ સુવિધા અને દિવાળી દરમિયાન વિશેષ ટ્રેન જાહેર કરવા, તેમજ અમરેલી ખીજડીયા બ્રોડગેજ લાઈન શરૂ થયા બાદ સુરતની સીધી ટ્રેન શરૂ કરવા તથા અમરેલી રેલવે સ્ટેશનનો વિકાસ કરવા રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

    Amreli સ્ટેશન પર પ્લેટફોર્મ, બેન્ચ, રોડ, પીવાના પાણી, શૌચાલય, પાર્કિંગ અને દિવ્યાંગો માટેની સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. લાઠી રોડ ઓવરબ્રિજ અને ઘોળા ફાટકની સમસ્યાનો ઉકેલ લાવવા પણ માગણી કરવામાં આવી હતી.

    રજૂઆત મુજબ લાઠી રોડ ઓવરબ્રિજનું કામ ગૂંચવાયેલું છે, જ્યારે ધોળા ફાટક પણ વારંવાર બંધ રહેતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યાં ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

    આ ઉપરાંત અમરેલી જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને માલસામાનની હેરફેર માટે લાંબા અંતરની માલગાડીની સુવિધા શરૂ કરવા, ભાવનગર-ઓખા વચ્ચેની ટ્રેનને બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ ફરી શરૂ કરવા તથા અમરેલીથી અમદાવાદની સીધી ટ્રેન સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Next Article Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ, વાહન ચાલકોમાં ભારે રોષ!

    October 21, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    અમરેલી

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    October 20, 2026
    અમરેલી

    Amreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !

    October 19, 2026
    અમરેલી

    Vadiya: હનુમાન ખીજડીયા ગામે ફરી દીપડાએ મારણ કર્યું

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 21:42
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.