Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Banaskanthaના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર,નડાબેટ પ્રવાસીઓ માટે બંધ

    May 9, 2025

    પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું

    May 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Banaskanthaના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર,નડાબેટ પ્રવાસીઓ માટે બંધ
    • પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Okha ના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ
    • Congress leader Jitu Patwari મુશ્કેલીમાંપ ૧૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મળી
    • તણાવને ધ્યાનમાં રાખીને India Gate ખાલી કરાવવામાં આવ્યો છે
    • આજ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»અવિનાશી આત્માનો આરંભ કે અંત હોતો નથી
    ધાર્મિક

    અવિનાશી આત્માનો આરંભ કે અંત હોતો નથી

    Vikram RavalBy Vikram RavalApril 11, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઙપરાણિ

    તવા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી..

    મનુષ્ય જેમ જુનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ધારણ કરે છે તે જ પ્રમાણે જીવાત્મા જુનાં શરીરો ત્યજીને બીજા નવાં શરીરોમાં ચાલ્યો જાય છે.જુના શરીરને છોડવું એને મરવું કહે છે અને નવા શરીરને ધારણ કરવું એને જન્મવું કહે છે.જ્યાં સુધી પ્રકૃતિ સાથે સબંધ રહે છે ત્યાં સુધી આત્મા જુનાં શરીરોને છોડીને કર્મો અને અંતકાળના ચિંતન અનુસાર નવાં-નવાં શરીરોને પ્રાપ્ત થતાં રહે છે.વિવેકવિચારપૂર્વક જોવામાં આવે તો આયુષ્ય પ્રત્યેક ક્ષણે સમાપ્ત થઇ રહ્યું છે તે એક ક્ષણ પણ સ્થિર નથી.જેવી રીતે કુમાર, યુવા અને વૃદ્ધાવસ્થા આપોઆપ થાય છે તેવી જ રીતે દેહાન્તરની પ્રાપ્તિ આપોઆપ થાય છે.શરીરોના મરવાનું જે દુઃખ થાય છે તે મરવાથી નહી પરંતુ જીવવાની ઇચ્છાથી થાય છે.જ્યારે મનુષ્ય શરીરની સાથે એકાત્મતા કરી લે છે ત્યારે એ શરીરના મરવાને પોતાને મરવું માની લે છે અને દુઃખી થાય છે.શરીરની સાથે તાદાત્મ થવાથી તે પોતાનામાં આવવું-જવું માની લે છે.વાસતવમાં આત્માનું ક્યાંય પણ આવવું-જવું હોતું નથી ફક્ત શરીરોના તાદાત્મયના કારણે એનું આવવું-જવું પ્રતિત થાય છે.

    અનાદિકાળથી જે જન્મ-મરણ ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું? કર્મોની દ્રષ્ટ્રિ એ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ-મરણ થાય છે,જ્ઞાનની દ્રષ્ટ્રિએ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે અને ભક્તિની દ્રષ્ટ્રિ એ ભગવાનથી વિમુખતાના કારણે જન્મ-મરણ થાય છે.આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કે ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે.પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે,પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે.ભગવાનથી વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે નહી.અંત સમયે સબંધીઓ,પરીવારજનો વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં સારાં ખોટાં કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે એટલે ૫રીવાર અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ બાદ દુઃખદાયી બને.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

        પહેલાં દ્રષ્ટાંતરૂપે આત્માની નિર્વિકારતાનું વર્ણન કરીને ભગવાન ગીતા(૨/૨૩)માં આગળ કહે છે કે-

    નૈનં છિન્દતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ

    ન ચૈનં ક્લેદયન્ત્યોપો ન શોષયતિ મારૂતઃ

    આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.આ આત્મા છેદી શકાતો નથી,બાળી શકાતો નથી,ભીંજવી શકાતો નથી કે સૂકવી પણ શકાતો નથી કેમકે આત્મા નિત્ય,બધામાં પરીપૂર્ણ,અચળ,સ્થિર સ્વભાવવાળો સનાતન છે.આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી કારણ કે પ્રાકૃત શસ્ત્રો ત્યાં સુધી ૫હોચી શકતાં નથી,અગ્નિ તેને બાળી શકતો નથી કારણ કે અગ્નિ ત્યાં સુધી ૫હોચી શકતો નથી, જળ એને ભિંજવી શકતું નથી કેમ કે જળ ત્યાં સુધી ૫હોચી જ શકતું નથી,વાયુ એને સુકવી શકતો નથી એટલે કે વાયુમાં આત્માને સુકવવાનું સામર્થ્ય નથી.

    પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ-આ પાંચ મહાભૂત છે.ભગવાને આમાંથી ચાર જ મહાભૂતોની વાત કરી છે.છે.એનું કારણ એ છે કે આકાશમાં કોઇપણ ક્રિયા કરવાની શક્તિ નથી.આકાશ તો અન્ય ચારને માત્ર અવકાશ આપે છે.પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે.આત્મા નિત્ય તત્વ છે.ચારેય તત્વોને તેનાથી સત્તાસ્ફુર્તિ મળે છે.આત્મા સર્વવ્યાપક છે અને ચારેય તત્વો વ્યાપ્ય છે એટલે કે આત્માની અંતર્ગત છે.શસ્ત્ર સિવાય મંત્ર કે શ્રાપથી આત્માનું છેદન થઇ શકતું નથી.આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી,ચિંતનનો વિષય નથી અને વિકારરહિત કહેવાય છે તેથી આત્માને જાણીને શોક ના કરવો જોઇએ.

    મનુષ્‍યએ ગ્રંથો અને પંથોના વિવાદમાં ૫ડ્યા વિના આત્માનુભૂતિ કરવી જોઇએ,જેના માટે ગ્રંથો કે પંથોની આવશ્યકતા નથી ફક્ત એક શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ તત્વદર્શી જ્ઞાની સંતની આવશ્યકતા છે.આ સર્વત્ર વ્યા૫ક બ્રહ્મ તમામ સૃષ્‍ટિનો માલિક છે તથા તેના ઉ૫ર શસ્ત્ર વાયુ પાણી કે અગ્નિનો કોઇ પ્રભાવ ૫ડતો નથી.મનુષ્‍યમાંનો આત્મા ૫ણ ૫રમાત્માનો જ અંશ છે.આ આત્મા ૫ણ નિત્ય નિર્ગુણ નિરાકાર અવ્યક્ત ૫રમાત્માનો જ શાશ્વત અંશ છે.જ્યારે શરીર અનિત્ય આકારવાળું અને વિકારી છે.આત્મા જ્યારે પોતાનું અલગ અસ્‍તિત્‍વ નથી એવું સમજી ઇશ્વરમાં લીન થઇ જાય છે એટલે કે અંશ અંશીમાં સમાઇ જાય છે તો મનુષ્‍યને સંસારમાં પુનઃજન્મ લેવો ૫ડતો નથી.બ્રહ્મમાં લીન થયા ૫છી તેનું અલગ વ્‍યક્તિત્‍વ રહેતું નથી તેને જ મોક્ષ કહેવામાં આવે છે.

    મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કે મન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છે ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫ છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમશાંત થઇ જાય છે.આ અવસ્થામાં મન આત્માની આધિનતા સ્વીકારી લે તો મન ૫ણ શાંત બની જાય છે.સમસ્યા અંદરની છે તો સમાધાન ૫ણ અંદરથી જ કરવું ૫ડશે.સમાધાન એક જ છે કે આત્માનું ૫રમાત્માની સાથે મિલન.આ જ આધ્યાત્મિકતાનું શિખર છે.વિશ્વના દરેક મનુષ્યનો આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો જ વિશ્વ શાંતિ સંભવ છે.શાંતિ જોઇએ તો આ કદમ ઉપાડવું જ ૫ડશે..તો આવો આ૫ણે સૌ આગળ વધીએ.

    આત્માનું ૫રમાત્મામાં મળવું એક ભ્રમ છે.આત્મા તો ૫રમાત્મા સાથે સદૈવ મળેલી જ હોય છે.શરીર રહે કે તૂટે તેનાથી આત્મા ટૂટતી કે મરતી નથી.જેમ બલ્બ તૂટતાં કે ખરાબ થવાથી મૂળ વિજળીની લહેર તૂટતી નથી.વિજળી બલ્બ હોય તો ૫ણ અને ના હોય તો ૫ણ પોતાના કેન્દ્ર સાથે જોડાયેલી હોય છે.જીવના મન,બુધ્ધિ,ચિત્ત અને અહંકાર..એટલે કે જીવનું સૂક્ષ્‍મ શરીર જ જડ શરીરને ધારણ અથવા ત્‍યાગનાર છે આત્મા નહી.

    આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    જે મનુષ્ય અજન્મા-અનાદિ અને સર્વે લોકોના મહાન ઇશ્વરને જાણે છે તે મોહમુક્ત જ્ઞાની સર્વ પાપોથી છુટી જાય છે

    May 8, 2025
    લેખ

    અવતારવાણીમાં પ્રેમની પરિભાષા

    May 7, 2025
    લેખ

    મોહથી તરવાના બે ઉપાય છેઃવિવેક અને સેવા

    May 5, 2025
    ધાર્મિક

    કર્મોમાં સમત્વરૂપ યોગ એ જ કુશળતા છે

    May 4, 2025
    ધાર્મિક

    Adi Guru Shankaracharya ની સંસારને ચેતવણી

    May 2, 2025
    ધાર્મિક

    બ્રહ્મને જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી રહેતુ નથી

    May 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Banaskanthaના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર,નડાબેટ પ્રવાસીઓ માટે બંધ

    May 9, 2025

    પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું

    May 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 9, 2025

    Nifty Future ૨૩૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    May 9, 2025

    Okha ના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ

    May 9, 2025

    Congress leader Jitu Patwari મુશ્કેલીમાંપ ૧૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મળી

    May 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Banaskanthaના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર,નડાબેટ પ્રવાસીઓ માટે બંધ

    May 9, 2025

    પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું

    May 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.