છેલ્લા ચાર દિવસમાં ૧.૬૬ કરોડ ન્ઁય્ સિલિન્ડરના બુકિંગ સામે ૧.૭૨ કરોડ સિલિન્ડરની ડીલિવરી કરવામાં આવી
New Delhi, તા.૨૮
નાગરિકોને ગભરાટમાં આવી પેટ્રોલ-ડીઝલ અને LPG ખરીદી માટે દોડા-દોડી નહીં કરવાની સલાહ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, દેશમાં પુરવઠાની સ્થિતિ સામાન્ય છે અને તમામ આવશ્યક વસ્તુની પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા સરકાર દરેક પગલાં ભરી રહી છે. પશ્ચિમ એશિયામાં તણાવ સંદર્ભે સ્થિતિની સમીક્ષા કરવા માયે યોજાયેલી છઠ્ઠી ઈનફોર્મલ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક બાદ રાજનાથસિંહે કપરા સમયમાં દૂરંદેશી અને સરાહનીય નેતૃત્વ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. દરમિયાન સરકારે ન્ઁય્ (રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન) એમેન્ડમેન્ટ ઓર્ડર, ૨૦૨૬માં મોડિફિકેશન કર્યું છે, જેનો હેતુ ન્ઁય્માંથી પીએનજી કનેક્શન લેનારા ગ્રાહકોને વધુ રાહત અને અનુકૂળતા આપવાનો છે. સુધારાની જોગવાઈમાં પીએનજી કનેક્શન લેનારા ન્ઁય્ વપરાશકારો કનેક્શન લીધાના ૩૦ દિવસમાં ન્ઁય્ કનેક્શન રદ કરવાની અરજી આપી શકે છે. પીએનજી કનેક્શન ન હોય તેવી જગ્યાએ ભવિષ્યમાં જવાનું થાય તો તેઓ અગાઉના એલપીજી કનેક્શનને પૂર્વવત કરવા માટે ટ્રાન્સફર વાઉચર પણ મેળવી શકશે. માર્ચ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં ૭.૯૯ લાખ પીએનજી કનેક્શન આપવામાં આવ્યા છે અને વધુ ૨.૮૭ લાખ કનેક્શન માટે સુવિધા ઈભી કરાઈ છે. છેલ્લા ચાર દિવસમાં ૧.૬૬ કરોડ ન્ઁય્ સિલિન્ડરના બુકિંગ સામે ૧.૭૨ કરોડ સિલિન્ડરની ડીલિવરી કરવામાં આવી છે.

