New York Buenos Aires, તા. 25
આર્જેન્ટિનાના લોકો પર લિઓનલ મેસીનો જાદુ છવાઈ ગયો છે. મેસી પ્રત્યે આર્જેન્ટિનાનો જુસ્સો ભવ્ય રૂપ લઈ ચૂક્યો છે. પેટાગોનિયાના એક દૂરનાં શહેરમાં તેમની 26 મીટર ઊંચી મૂર્તિ ઊભી છે, તો બ્યુનસ આયર્સના એક ઉપનગરમાં 1300 થી વધુ ફેન્સ દ્વારા સાઇન કરવામાં આવેલું એક ભીંતચિત્ર (મ્યુરલ) આ કેપ્ટનનું ગુણગાન કરે છે જે આખા દેશને એક તાંતણે પરોવે છે.
પેટાગોનિયાના દૂરનાં દક્ષિણી શહેર કુટ્રલ કો ના બહારનાં વિસ્તારમાં 70 ટન સ્ટીલ અને લોખંડથી બનેલી મેસીની 26 મીટર (85 ફૂટ) ઊંચી મૂર્તિ ઊભી છે. આ સ્મારકનું ઉદ્ઘાટન 16 જૂનના રોજ આર્જેન્ટિનાના વર્લ્ડ કપમાં પ્રથમ મેચ દરમિયાન કરવામાં આવ્યું હતું, જ્યારે ટીમે એકવાર ફરી મેસીના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઈરાનની ટીમને રાહત
વોશિંગ્ટન
અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે તેમનો દેશ ઈરાનની વર્લ્ડ કપ ટીમ પર લાદવામાં આવેલાં પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહ્યો છે. હવે ઈરાનની ટીમને આગામી મેચનાં બે દિવસ પહેલાં જ દેશનો પ્રવાસ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
માતાનું અવસાન, ઘરે પરત ફરશે ફ્રાન્સનાં કોચ
પેરિસઃ ફ્રાન્સનાં કોચ દિદિએર દિશ્યોં તેમની માતાનાં અવસાનના કારણે ફૂટબોલ વર્લ્ડ કપ છોડીને સ્વદેશ પરત ફરશે અને નવેમ્બરના રોજ ડેનમાર્કની ટીમ સામેની આખરી ગ્રુપ મેચમાં હાજર રહેશે નહીં. ફ્રેન્ચ ફૂટબોલ મહાસંઘે આ માહિતી આપી હતી.

