(મિલાપ રૂપારેલ)
Amreli તા.14
અમરેલીના કુકાવાવ રોડ ઉપર આવેલ પૂર્વ સાંસદનાં ફાર્મ હાઉસમાં થયેલ ચોરીનો ગણતરીની કલાકોમા પોલીસે ઉકેલી નાખ્યો છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ની મદદથી અમરેલી સીટી પોલીસનો બી.એન.એસ.ક. 303 (2), 329 (2) મુજબનો ગુન્હાને ડીટેક્ટ કરી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સીલીંગ પંખા નંગ-4 કીમત રૂપિયા 8000 કુલર નંગ-1 કીમત રૂ.7000 તથા ચોરી કરવામા ઉપયોગમા લીધેલ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 65000 ના મુદામાલ સાથે અમરેલી, અંબીકાનગર શેરી નં.6 માં રહેતાં અને કેટરર્સનો ધંધો કરતાં પારસ મધુભાઈ તળાવીયા તથા હર્ષીત નરેન્દ્રભાઈ ભુવા આરોપી નામનાં બે આરોપીઓને પકડી પાડેલ હતા.
આ ગુન્હાના કામે આરોપીઓ પોતે ચોરીમાં પકડાય નહી અને પોલીસને ગેરમાર્ગે દોરવા સારૂ તથા પોતાનો મલીન ઇરાદો પાર પાડવા સારૂ ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલના આગળના તથા પાછળની બાજુએથી છેલ્લો આંકડો ન દેખાય તેવી રીતે નંબર પ્લેટ વાળી દિધેલ હતી. અને મોટર સાયકનો ગુન્હો કરવામા ઉપયોગ કરેલ હોવાનું સી.સી. ટી.વી. ફુટેઝ દ્વારા જણાય આવેલ હોય, જે અંગે કોર્ટમાં બનાવટી નંબર પ્લેટનો કલમ વધારો કરવા રિપોર્ટ કરવામા આવેલ છે.અને હાલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી ચાલુમા છે.
ઘરફોડ ચોરી
બાબરાના અમરાપરા ગામે રામજી મંદિરનીબાજુમાં રહેતાં રવીભાઇ વીનોદભાઇ રાજપોપટ નામનાં 35 વર્ષીય વેપારી યુવકના બંધ મકાનમાં ગત તા.9 થી તા.11 ના રાત્રીના દરમ્યાન મકાનની પાછળના નવેળાના બારીનો કાચ તોડી સોનાના દાગીના જેમાં એક લક્કી રૂપિયા 3,18,550, એક વીંટી રૂપિયા 1,10,800, બ્રેસલેટ 1,10,800 તથા પાંચ પેન્ડલ 2,07,750, સોનાની ગીની 6,17,120 જે સોનાના દાગીનાનો 13,65,020 એક જોડી ચાંદીની ઝાંઝરી 10,760, રોકડ રૂપિયા 3,00,000 મળી કુલ રૂપિયા 16,75,780 ની ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

