Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»એક હતો ચકો ને એક હતી ચકી! ગૃહસ્થીનો પાયો નાંખતી એ વાર્તાને યાદ કરીએ.
    લેખ

    એક હતો ચકો ને એક હતી ચકી! ગૃહસ્થીનો પાયો નાંખતી એ વાર્તાને યાદ કરીએ.

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 16, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! પણ 20 માર્ચે ચકલી દિવસ આવશે, અને ત્યારે આપણી ચૈત્રી નવરાત્રિ સંદર્ભે આદ્યશક્તિની ઉપાસના ચાલતી હશે! તો આજે ચકલીનું ચંચળ ચરિત્ર આલેખીયે. ગયાં વર્ષે જર્મની હતી અને મારી નાની ઢીંગલીને ચકી બેનનું ગીત અને વાર્તા સંભળાવી હતી. આમ તો બધાં જ નાનાં બાળકોની મનોરંજનની દુનિયામાં ચકલી નામનું નાનકડું પક્ષી, એક જાદું જેવી ફીલીંગ કરાવતું પાત્ર છે. આપણા બાળ સાહિત્યકારોએ આસપાસનાં પર્યાવરણ પર ખૂબ બધી રચનાઓ લખી છે. ચકીબેન ચકીબેન.. એક બિલાડી જાડી તેણે પહેરી સાડી… અને હાથીભાઈ તો જાડા.. આ બધાં જોડકણાં સાંભળી સાંભળીને બાળકો મોટા થતાં, અને એ રીતે આસપાસની દુનિયા સાથે એને જોડવામાં આવતાં, અને જીવદયાનો ભાવ કેળવવામાં આવતો! ચકલી પહેલાં આપણાં જીવનનો એક હિસ્સો હતી, એની ચીં ચીં થી આપણું ફળિયુ તથા ઘર સૂરીલુ રહેતું હતું. નાનાં નાનાં બાળકોને ચકલીને ઉડતી જોઈને બહુ આશ્ચર્ય થતું, અને આપણી વાર્તાઓમાં પણ ચકાચકીની વાર્તાએ એટલે જ સ્થાન લીધું છે.પણ સમય બદલાયો અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આ જોડકણાંની બદલે અન્ય આવી ગયાં, અને કોઈ માટે કંઈક જતું કરવાની, કે પ્રકૃતિનાં પક્ષી પ્રાણીઓને કંઈક આપવાની બાળકની વૃત્તિઓ પણ બદલાઈ ગઈ.
            ચકલી દરેક પ્રાંતમાં અલગ અલગ નામથી ઓળખાય છે, અંગ્રેજીમાં સ્પેરો, અને હિન્દીમાં એને ચિડિયા કહી છે. આપણા દેશનો પરિચય આપતાં ગીતમાં એનો ઉપયોગ છે,”જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા”! ચકલીને લગતી બીજી કેટલીય બાબતો આપણે ગુગલ સર્ચ કરીને જાણી શકીશું! પણ ચકલી એટલે એક પક્ષી એ રીતે જોઈએ તો, પ્રાણી અને પક્ષીમાં કોઈ બેઝિક તફાવત હોય તો એ છે, કે પક્ષી ઉડી શકે, અને પ્રાણી ઉડી ન શકે! પક્ષીને ઉડવા માટે પાંખ હોય, જ્યારે પ્રાણીને ચાલવાનું હોય એટલે પગ હોય. નાનાથી શરૂ કરીને મોટા મોટા પક્ષીઓની ઉડવાની ક્ષમતા પણ ઓછી વધુ હોય છે, જેમ કે ચકલી વધીને વધી 10 થી 15 ફૂટ સુધી ઉંચી ઉડી શકે. જેમ જેમ કદ અને પાંખ મોટા થતા જાય એમ એ લોકોને ઉડવાની ક્ષમતા પણ વધે.  સાંપ્રત સમયમાં દરેકને બહુ મોટી ઉડાન ભરવી હોય છે, અને આખું આકાશ સર કરવાની લગભગ દરેકની ઝંખના હોય છે. એટલે કે ઉડવું એ કદાચ માનવ જીવનની સદીઓથી સૌથી મોટી મહત્વકાંક્ષા છે, એમ કહી શકાય. અહીં ઉડવાનો અર્થ આપણે અન્ય કરતાં ઉપર ઉઠવું, કે પછી કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવી, શ્રેષ્ઠ સાબિત થવું, મહાન કહેવડાવવું એ રીતે કર્યો છે. પરંતુ આ માટે થઈને આપણે પક્ષીઓનું સૂક્ષ્મસ્તર રીતે અવલોકન કે નિરીક્ષણ કરવું પડશે, તો ખબર પડશે કે સુખી થવાં માટે સાધનોની ભરમાર‌ જરુરી નથી! માત્ર જે મળ્યું એ પર્યાપ્ત છે! એ ભાવ જરુરી છે, અને કદાચ આપણી આસપાસનાં વાતાવરણમાંથી પક્ષીઓ ઓછાં થતાં ગયાં, એટલે જ આપણે સંગ્રહખોર બન્યા! પણ હું અને મારું ની લ્હાયમાં આપણે તો પક્ષીઓ ઓછાં થતાં જાય છે, એ તરફ ધ્યાન પણ જતું નથી!
       શારીરિક રચનાની રીતે પક્ષીઓ ઉડી શકે છે, એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આપણે પ્રાથમિક શાળામાં ભણી ગયા છીએ, કે પક્ષીઓના હાડકાની બનાવટ તથા રચના આપણી કરતાં જુદી છે,અને પીછા વાળી પાંખ પણ છે. ચકલી, કાબર, કબુતર જેવાં આપણાં આંગણાનાં પક્ષીઓનું નિરીક્ષણ કરીએ, તો એમની જરૂરિયાતો સાવ ઓછી છે, એટલે કે મુઠ્ઠીભર અનાજ વેર્યું હોય એમાંથી પણ તે 15 /20 દાણા માંડ ચણે છે, અને જોઈએ તેટલું જ તે ગ્રહણ કરે છે, આમાં સંગ્રહનો ક્યાંય અવકાશ નથી. આજે મળ્યું છે, આવતીકાલે નહીં મળે! એમ સમજીને કોઈ પક્ષીએ દાણા ભેગા કર્યા હોય એવું આપણે આજ સુધી જોયું નથી! એનાં પરથી કહી શકાય કે દરેક પ્રકારની ભૂખ નામની વ્યાધિ એને આપણી કરતા ઓછી પીડતી હશે, અથવા તો એને ભરોસો હશે, કે આવતીકાલે પણ ચણ મળી જશે! આ બે મુખ્ય વાત તેનાં ઉડી શકવા માટે કારણભૂત છે.
       ઉપર ઉઠવાનો આધ્યાત્મિક અર્થ કરીએ તો આ બધી સંસારિક આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ, અને ઉપર ઉઠી જવું, એટલે કે અસંગ થવું, કે નિર્લેપ થવું. આપણે દુઃખને કાઢવાં છે, પણ સુખને પંપાળવા છે, માટે દુઃખની પીડા ઓછી થતી નથી. એકવાર જો સુખને દૂર રાખીએ, તો દુઃખ એટલું દુઃખદાયી નથી, એ સમજાય. ચકલી આપણને શીખવે છે, કે બને તેટલી ઓછી જરૂરિયાત રાખવી. આવતીકાલ વિશે વધુ પડતું વિચારીને સંગ્રહ કરવો નહીં, કારણ કે આ સંગ્રહખોરી વર્તમાનને પણ માણવા દેતી નથી, અને એ જ આપણાં દુઃખોનું મોટામાં મોટું કારણ છે, જેમ કે મારી સંપત્તિનો કોઈ વારસદાર નથી! છે તો યોગ્ય નથી! મેં મહેનત કરી અને કોઈ શું કામ વાપરે! એ યોગ્ય રીતે વાપરશે નહીં! બધું જ મોજ શોખમાં ઉડાવી દેશે! મેં મારા જીવનના વર્ષો ઘસી નાંખ્યા ત્યારે આટલું નાણું એકઠું થયું! અને હવે એ લોકો સાવ બેફિકરાઈથી ઉડાવે છે! મહેનત વગર નાણાની કિંમત થઈ શકે નહીં! વૈશ્વિક મંદીને દૂર કરવાં લિવિંગ વિથ લેસ વિશે વિચારવું આવશ્યક છે, અને એ જ આપણને ચકલી જેવા હળવાં ફૂલ જેવાં રાખી શકે એમ છે.
       આપણી વાર્તા મુજબ એક હતો ચકો ને એક હતી ચકી! ચકો લાવ્યો મગનો દાણો અને ચકી લાવી ચોખાનો દાણો! ભેગા મળીને ચીખડી રાંધી!આમ જુઓ તો આ વાર્તા નાનપણમાં આપણા બાળકોને કરવાનું કારણ ગૃહસ્થિનો પાયો નાખવો, એ પણ છે. એટલે કે ચકો અને ચકી બંને જણાં ભેગા મળીને કામ કરે તો જ ઘર સંસાર ચાલે, અને ખીચડી એટલે કે જે બધી જ રીતે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય એવું ખાણું ખાવું , એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતોથી જીવવું એવો પણ એક સંકેત છે. તો આજનાં દિવસે ચકલીની પ્રજાતિને બચાવવા માટેનો પ્રયત્ન તો કરવાનો જ છે. પરંતુ સાથોસાથ એ નાનકડી એવી ચકલીના જીવનથી પ્રેરાઈને એની જેમ હળવા ફૂલ બનીને ઉપર ઉઠવાની કોશિશ કરવાની છે. વિજ્ઞાન વિકાસને નામે આપણે ખૂબ ઊંચે સુધી ઉડ્યા, અને હવે તો આકાશમાં કેટલાય મોટાં મોટાં પ્લેન પણ ઉડે છે! પરંતુ ઈશ્વરે જેનાં સંરક્ષણની જવાબદારી આપણી પર નાખી હતી, એવાં આપણી આસપાસનાં પર્યાવરણનું સંરક્ષણ કરવાનું ચૂકી ગયાં, અને એને કારણે આ ચકલીઓ જેવી નાની નાની કેટલી એ જાતિ પ્રજાતિઓ હવે દેખાતી બંધ થવા લાગી છે, ત્યારે એમને બચાવવાં આપણાંથી જે કંઈ થાય એ કરવું, તો સાચાં અર્થમાં નાનપણમાં ચકાચકીએ‌ જે મનોરંજન પૂરું પાડ્યું હતું એનું ઋણ ચૂકવ્યું કહેવાશે. જય હિન્દ.
    લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.