New Delhi, તા.28
દેશના નાગરિકો માટે 2026નું વર્ષ કપરું પુરવાર થાય તેવા સંકેત છે. જેનો પ્રારંભ અમેરિકા અને ઇરાનના યુધ્ધને કારણે ક્રૂડતેલના ઉંચા ભાવ ગેસ સહિતના પેટ્રોલીયમ પેદાશો મોંઘા થવા અને રૂપિયો ગગડવાથી આયાતને પણ અસર થઇ છે.
તે ઉપરાંત અગાઉ ટેરીફ સહિતની અનિશ્ચિતતાના કારણે જે રીતે આયાત-નિકાસને અસર થઇ હતી તેમાં હવે આ વર્ષે નબળુ ચોમાસુ અને તેમાં પણ જે અલનીનો છે તેને ગોડઝીલા અલનીનો તરીકે ઓળખવામાં આવી રહ્યો છે અને તેને કારણે ફુગાવો વધશે તે નિશ્ચિત છે. દેશના ઉત્તરના ભાગોમાં તાપમાન 47 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું છે.
હજુ પુરો મે મહિનો ગરમી રહેશે તેવી આગાહી છે જેને કારણે વીજ માંગ પણ વધી ગઇ છે અને ચોમાસુ અનિશ્ચિત હોવાથી પુરા વર્ષ દરમિયાન ભાવ વધારાની સ્થિતિ જોવા મળી શકે છે. ચાલુ વર્ષે ચોમાસાની ખરાબ સ્થિતિ બને તો ફુગાવો 6 ટકા સુધી ઉંચો જઇ શકે છે અને તેને કારણે વ્યાજદર વધારવાની ફરજ પડે તેવી પણ શક્યતા છે.
હજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અન્ડર રીકવરી છે તે સરકારે આમ જનતા પર લાદી નથી. પરંતુ કેટલું ખેંચી શકશે તે પ્રશ્ન છે અને એક વખત ઇંધણના ભાવ વધે અને તેની ભાવવધારાની આગ તમામ માર્કેટને અસર કરવા મંડશે. આ ઉપરાંત કૃષિનો ઉત્પાદન ખર્ચ પણ વધશે.
ફુગાવામાં સરકારે ખાદ્ય ફુગાવાનું વેઇટેજ 46 ટકા હતું તે ઘટાડીને 37 ટકા કર્યું છે. છતાં પણ હજુ સૌથી વધુ મુખ્ય ભૂમિકામાં છે. ગ્રામીણ વિસ્તાર કૃષિ રોજગારી અને આવક પર આધાર રાખે છે અને તેને જ ફટકો પડી શકે છે. રીઝર્વ બેન્કના ડેપ્યુટી ગર્વનર પુનમ ગુપ્તાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 7 થી 9 ટકા સુધીનો વરસાદની ખાદ્ય એ ચોક્કસપણે ચિંતા છે.

