Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત
    સૌરાષ્ટ્ર

    Surendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ૧૧ ડીવાયએસપી, ૩૦ પીઆઈ અને ૨ કંપની એસઆરપી સહિત મોટો કાફલો તૈનાત

    આલેખન ભાવિકા લીંબાસીયા: માહિતી બ્યુરો,Surendranagar

     

    Surendranagar જિલ્લાના થાનગઢ નજીક આગામી ૧૪ થી ૧૭ તારીખ દરમિયાન વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભવ્યતાથી યોજાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રો અને આસ્થાના આ મહાપર્વમાં સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ ઉમટી પડે છે. મેળામાં આવતા તમામ મુલાકાતીઓની સુરક્ષા, શાંતિ અને સલામતી અકબંધ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ સુદૃઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પૂર્વતૈયારીના ભાગરૂપે આગામી ૧૩ તારીખથી જ સમગ્ર મેળાસરહદ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

    જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ સુરક્ષા આયોજન અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે અત્યંત ગૌરવપૂર્ણ તેમજ મહત્વપૂર્ણ અવસર છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંબંધિત કોઈ અણબનાવ ન બને તેમજ સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી ૧૧ ડીવાયએસપી, ૨૫ થી ૩૦ પીઆઈ કક્ષાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, ૫૦ જેટલા પીએસઆઈ તથા આશરે ૧૫૦૦ થી વધુ પોલીસ જવાનોને મેળામાં તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ () અને સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓના સભ્યોની સેવાઓ પણ લેવાશે. બંદોબસ્તમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પોતપોતાની ફરજ પર સમયસર હાજર રહે તે સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી હાજરી પૂરવાની આધુનિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

    મેળાના વિશાળ પરિસરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ વિશેષ સુરક્ષા ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. મેળાના ખુલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં સતત નજર રાખવા માટે ખાસ હોર્સ પાર્ટી – ઘોડેસવાર ટુકડી તૈનાત રહેશે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ પર નજર રાખવા બીડીડીએસ – બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ  દ્વારા વિવિધ સ્થળોએ સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મેળા દરમિયાન ચોરી, કિંમતી સામાનની તસ્કરી કે ઝઘડા જેવા બનાવો અટકાવવા માટે પોલીસની વિવિધ મોબાઈલ પેટ્રોલીંગ ટીમો સતત ગશ્ત લગાવશે. આ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ()ના જવાનો સિવિલ ડ્રેસમાં જનમેદની વચ્ચે તૈનાત રહીને અસામાજિક તત્વો પર ગુપ્ત નજર રાખશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા સ્ટેટ રિઝર્વ પોલીસ ()ની ૨ કંપનીઓ પણ મેળાના સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે.

    મેળામાં આવતા યાત્રાળુઓ અને દર્શનાર્થીઓની સુવિધા તેમજ સુરક્ષા માટે પરિસરમાં ૮ થી ૧૦ ઊંચા વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી આખા મેળાવડાનું વાયરલેસ અને દુરબીન દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. મેળાવડામાં કોઈ બાળક સ્વજનથી વિખૂટું પડી જાય કે કિંમતી વસ્તુ ગુમ થઈ જાય તો તેના તાત્કાલિક ઉકેલ માટે વિશેષ ટીમો સાથે ’ખોયા-પાયા કેન્દ્ર’ કાર્યરત કરવામાં આવ્યું છે. દિવસ અને રાત્રિ દરમિયાન અવિરત સુરક્ષા જાળવવા માટે અલગ-અલગ શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વાહનવ્યવહારની સરળતા માટે સુવ્યવસ્થિત પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે અને રસ્તાઓ પર સ્પષ્ટ માર્ગદર્શક સાઇનેજ તથા સિમ્બોલ મૂકાયા છે. પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ તમામ નાગરિકોને નિર્ભય બનીને શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં મેળો માણવા અપીલ કરી છે અને કોઈ પણ મુશ્કેલી કે ઈમરજન્સીના કિસ્સામાં નજીકના પોલીસકર્મી, પોલીસ કંટ્રોલ રૂમ અથવા ૧૧૨ નંબર પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું છે.

    આમ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત તથા સુદૃઢ આયોજનથી આ વર્ષનો તરણેતરનો મેળો ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જ નહીં, સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ પણ અત્યંત સુવ્યવસ્થિત અને યાદગાર બની રહેશે. ગુજરાતની અસ્મિતા, ભાતીગળ લોકસંસ્કૃતિ, રંગબેરંગી ભરતકામ કરેલી છત્રીઓ, રાસ-ગરબા અને લોકસંગીતની અદ્ભુત પરંપરા સમાન આ મહાકુંભમાં આવતા દરેક શ્રદ્ધાળુ અને પ્રવાસી નિર્ભયતાથી આનંદ માણી શકે તે માટે સમગ્ર તંત્ર પૂર્ણપણે સજ્જ અને કટિબદ્ધ છે.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagar: નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના હસ્તે તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનો શુભારંભ કરાયો
    Next Article રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026
    રાજકોટ

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026
    રાજકોટ

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.