Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું
    અમરેલી

    રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં રજત પદક મેળવી ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ Amreliનું નામ રોશન કર્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૧૪ઃ

    સુરત ખાતે યોજાયેલી જવાહરલાલ નેહરુ જુનિયર હોકી સ્પર્ધામાં અમરેલીના ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના  ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ રજત પદક પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓની શ્રેષ્ઠ શાળાકીય હોકી ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાની -૧૭ ભાઈઓની હોકી ટીમે કટોકટીભર્યા મુકાબલાઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીની સફર ખેડી હતી.

    ફાઇનલ મુકાબલામાં પણ ટીમે જોરદાર રમત દાખવી હતી અને અંતે રજત પદક પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ સિદ્ધિથી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર થયું છે. ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના પ્રતિભાશાળી ખેલાડીઓની આ સફળતાને સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત ગણાવવામાં આવી રહી છે.

    રાજ્ય કક્ષાએ રજત પદક મેળવનારી ટીમમાં બારૈયા કુલદીપ, ગોહિલ યુગ, વસાવા મયંક, ભલગરીયા ઇન્દ્રસિંહ, જેઠવા અક્ષય, સોલંકી જેસલરાજ, સરવૈયા સંજય, મકવાણા સુજલ, રાઠોડ રાજન, ચૌહાણ કર્મ, પરમાર માનવ, તારપરા યશ, મકવાણા અસ્મિત, નંદાણીયા કૃપાગ, મોરી દિશાંત અને ચુડાસમા આર્યવીરનો સમાવેશ થાય છે.

    ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્પોટ્‌ર્સ સ્કૂલની આ સિદ્ધિ પાછળ ખેલાડીઓની સખત મહેનત, વાલીઓનો સહયોગ તેમજ કોચ અને ટ્રેનરો દ્વારા આપવામાં આવતી સઘન તાલીમની મહત્વની ભૂમિકા રહી છે. સંસ્થા દ્વારા શિક્ષણની સાથે રમતગમત અને આત્મરક્ષાના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓને નિષ્ણાત માર્ગદર્શન અને સતત તાલીમ આપવામાં આવી રહી છે.

    વર્ષ ૧૯૫૯થી શિક્ષણ અને સંસ્કારની ગૌરવશાળી પરંપરા ધરાવતી વિદ્યાસભાએ રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અનેક પ્રતિભાઓને આગળ વધવાની તક આપી છે. હોકી ક્ષેત્રે રાજ્ય કક્ષાએ મળેલી આ સિદ્ધિથી સંસ્થાની આ પરંપરામાં વધુ એક ગૌરવપૂર્ણ પાનું ઉમેરાયું છે.

    આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કોચ અક્ષયભાઈ સોની, રુચિતભાઈ પટેલ તથા ટ્રેનર સાર્થકભાઈ માલકીયા અને ટ્વીન્કલબેન ગજ્જરની મહેનતને બિરદાવી હતી.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagarના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત
    Next Article Rajkot: પ્રેમ પ્રકરણનો ખાર રાખી ત્રિપુટીનો હુમલો, મહિલા સહિત ચાર ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli રાજુલા પાણી-પાણી, બજારોમાં નદી વહી !

    September 14, 2026
    અમરેલી

    રસ્તાઓ માટે સલામત અવરજવર માટે Amreli જિલ્લામાં હાઈવે પર અનધિકૃત દબાણો દૂર કરાયા

    September 11, 2026
    અમરેલી

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    September 11, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

    September 9, 2026
    અમરેલી

    Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 22:32
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.