Surendaranagar , તા.2
ચોટીલામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત બાજ રાખી રહી છે. ત્યારે ચોટીલા શહેરમાં આવેલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે એએનટીએફ રાજકોટ જોન સી.આઈ.ડી.ક્રાઈમ ટીમે રેડ કરીને ત્રણ ઇસમોને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. એએનટીએફ રાજકોટ જોન સી.આઈ.ડી.ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. મહેતા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. ચૌહાણ તેમજ એ.એસ. આઈ સુભાષભાઈ ડાંગર, પોલીસ કોસ્ટેબલ રણજીતભાઇ ધાધલ સહિતની ટીમને મળેલ બાતમીના આધારે રેડ પાડી હતી.
ચોટીલા શહેરમાં આવેલ ઘાંચીવાડ વિસ્તારમાં રેડ કરતા શંકાસ્પદ ત્રણ ઇસમો બાઇક સાથે ગાંજાની હેરાફેરી કરતા હોવાની મળેલ બાતમી અનુસાર ચોટીલાના મુબીન યુનુસભાઈ હમીરિકા તેમજ ચોટીલાના સલમાન રફીકભાઇ સોલંકી અને થાનગઢ શહેરમાં આવેલ પ્રજાપતિ પાર્ક માં રહેતા આમીન ઉર્ફે ભોલો રમેશભાઈ મુલતાની છરી સાથે મોટરસાઇકલ મોબાઈલ તેમજ 16,500ની રકમ સાથે 330 ગ્રામ ગાંજો સહિતનો કુલ રૂપિયા 1.31 લાખ ની રકમ સાથે ઝડપી પાડી એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરીને વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહેલ છે.

