Washington તા.7
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જન્મના આધારે મળતી અમેરિકી નાગરિકતાને સીમીત કરવા અને `બર્થ ટુરિઝમ’ પર રોક લગાવવા માટે ગુરુવારે બે નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
આ આદેશોમાં કેટલીક શ્રેણીઓના લોકોના બાળકોને નાગરિકતાથી બહાર રાખવાની જોગવાઈ છે. જો કે, કાનૂની વિશેષજ્ઞોએ તેને અદાલતમાં પડકાર આપવાની વાત કહી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જયારે કેટલાક સપ્તાહ પહેલા જ અમેરિકી સુપ્રીમ કોર્ટે આ મુદા પર ટ્રમ્પના પહેલા આદેશને ફગાવી દીધો હતો.
પહેલા આદેશનો ઉદેશ એ લોકો પર કાર્યવાહી કરવાનો છે જે માત્ર બાળકોને જન્મ અપાવવા માટે અમેરિકા આવે છે. તેને `બર્થ ટુરિઝમ’ કહેવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આવા લોકો પર્યટન વિઝાનો ઉપયોગ કરે છે પણ તેમનો અસલી ઉદેશ બાળકને અમેરિકામાં જન્મ દઈને અમેરિકી નાગરિક બનાવવાનો હોય છે.
બીજા આદેશમાં એ લોકોની શ્રેણીઓનું ક્ષેત્ર વધારવામાં આવ્યું છે, જેમને જન્મના આધારે નાગરિકતા માટે અયોગ્ય માનવામાં આવશે. આમાં વિદેશી સરકારો માટે કામ કરનારા કે તેમની તરફથી લોબીંગ કરનારા લોકોના બાળકો સહિત અન્ય કેટલીક શ્રેણીઓ સામેલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 30 જૂને અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના પહેલા કાર્યકારી આદેશને રદ કરી દેવાયો હતો. અદાલતે કહ્યું હતું કે 100 વર્ષથી ચાલી આવી રહેલી બંધારણીય વ્યવસ્થા મુજબ અમેરિકામાં જન્મ લેનાર લગભગ બધા લોકોને અમેરિકાની નાગરિકતા મળે છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટનો જન્મસિદ્ધ નાગરિકતા પર ફેસલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતો. એટલે અમે તેમાં જરૂરી ફેરફાર કરી રહ્યા છીએ. નવા આદેશ અનુસાર કેટલીક શ્રેણીઓના લોકોના બાળકોને નાગરિકતા સંબંધી દસ્તાવેજ આપવા પર રોક લગાવવાની વાત કહેવામાં આવી છે.
જેમાં સામેલ છે- બર્થ ટુરીઝમથી અમેરિકા પહોંચનારા લોકો આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા લોકોના બાળકો, વિદેશી સરકારોના કર્મચારીઓના બાળકો અને કેટલાક અમેરિકી ક્ષેત્રોમાં જન્મેલા એવા બાળકો, જયાં સંધીય કાનુન અંતર્ગત સ્વતઃ નાગરિકતા નથી મળતી. જો કે ઈમીગ્રેશન કાનુનના નિષ્ણાંતો આ નવા આદેશને ગેરબંધારણીય કરી વિરોધ કર્યો છે.

