Washington,તા.06
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં એક તરફ યુદ્ધ વિરામની વાતચીત હોવાના સંકેત છે તો બીજી તરફ હોર્મુઝ જળમાર્ગ ખોલવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જે અલ્ટીમેટમ આપ્યુ છે તેની મુદત પણ પુરી થવા જઈ રહી છે.
તે વચ્ચે અમેરિકી સમય મુજબ બપોરે 1 વાગ્યે અને ભારતીય સમય મુજબ રાત્રીના 10.30 કલાકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધશે. જેમાં તેઓ યુદ્ધ વિરામના કોઈ આશાજનક સંકેત આપે છે કે તેમના અલ્ટીમેટમની મુદત પુરી થતા કોઈ એકશનની જાહેરાત કરી છે તેના પર સૌની નજર છે.

