(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૫
આંદરણા ગામના મકાનને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂ ૭.૩૬ લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનાની તપાસ કરતા મોરબી એલસીબી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી ૪.૫૩ લકનો મુદામાલ રીકવર કર્યો છે
મોરબીના આંદરણા ગામે ગત તા. ૧૭ ના રાત્રીથી તા. ૧૮ ના રાત્રી દરમિયાન ફીર્યાદી કમલેશભાઈ બોરાણાના મકાનમાંથી અજાણ્યા ઈસમો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત કુલ રૂ ૭,૩૬,૯૦૦ નો મુદામાલ ચોરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી જેમાં મોરબીના વાંકડા રોડ પર નવા બનતા કારખાના સામે ઇંટોના ગડદા બનાવવાની મજુરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોની સંડોવણી હોવાની બાતમી મળી હતી અને બે શંકાસ્પદ ઇસમોને કચેરી લાવી સઘન પૂછપરછ કરતા ઘરફોડ ચોરી કર્યાની કબુલાત આપી હતી
એલસીબી ટીમે આરોપી સમરસિંગ ઉર્ફે સમીર કાલુંસિંગ દેવકા અને સુરેશ ઉર્ફે સુરો ભૂરસિંગ દેવકા રહે બંને મૂળ એમપી હાલ મોરબી વાંકડા ગામની સીમ વાળાને ઝડપી લીધા હતા અન્ય આરોપીઓ અંતરસિંગ સદનસિંગ મકવાણા, રમેશ કાલુંસિંગ દેવકા અને દિલીપ માના અનારે રહે ત્રણેય એમપી વાળાના નામો ખુલ્યા છે એલસીબી ટીમે ચોરી થયેલ મુદામાલ પૈકી સોનાનું મંગલસૂત્ર, સોનાની બુટી સેર સાથેની નંગ ૦૨, સોનાનું માતાજીના ફોટોવાળું પેન્ડલ, સોનાનો ચેઈન, સોનાનું એક્કાની ડીઝાઇન વાળું પેન્ડલ, સોનાનો ચેન, બુટી નંગ ૦૨, વીંટી અને ચાંદીના કડા ૨૨૫ ગ્રામના અને ૩ મોબાઈલ સહીત કુલ રૂ ૪,૫૩,૯૦૦ નો મુદામાલ કબજે લીધો છે

