બાળક અને બાળકી રમવા જતા બંનેને કાળ ભરખી ગયો: મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં આક્રંદ છવાયો
Rajkot,તા.04
રાજકોટ નજીકના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડાંમાં રમત રમવા પડેલા બાળક અને બાળકી ડૂબી જતાં મોત નીપજતાં તેમના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. ઘટનાની જાણ થતા આજી ડેમ પાલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડાયા હતા બંને ના મોતથી બે પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ લોઠડા ગામે રહેતા મૂળ એમપીના હિતેષ ચંદ્રરોશન ગૌતમ ઉંમર વર્ષ ૫ અને મનિષા ઓમકાર નિશાદ ઉંમર વર્ષ ૫ ગઈ કાલે ઘર પાસે રમી રહ્યા હતા નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા ત્રણ બાળકો રમી રહ્યા હતા. જેથી બંને ત્યાં ગયા હતા અને નજીકમાં જ પાણી ભરેલો ઊંડો ખાડો હતો. જેમાં બંને છબછબીયા કરવા જતાં ડૂબી ગયા હતા. પાડોશમાં રહેતી એક બાળકીએ અદ્રશ્ય જોતાં બંનેના પરિવારજનોને જઈ જાણ કરતાં પરિવાર સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે બંનેને ખાડાંમાંથી બહાર કાઢી તત્કાળ સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.બંને બાળકના બંનેના પરિવારમાં હદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને માસૂમ બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતોપોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બંને બાળકો બીજા જે બાળકોને જોઈ પાણી ભરેલા ખાડાં નજીક ગયા હતા તે બાળકો ત્યાંથી નીકળી ગયા બાદ આ દૂર્ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું હતું

