Junagadh તા.10
જુનાગઢના કાથરોટા ગામે તાલુકા પોલીસે રાત્રીના 2-50 એ રેડ કરતા જુગઠુ ખેલતા 8માંથી બે ઝડપાયા હતા. જયારે 6 ભાગી છુટયા હતા. રોકડ-વાહનો ચાર મળી કુલ રૂા.6,13,700નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
કાથરોટા ગામે આંબેડકર ભવન પાછળ વોંકળામાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરતા ધોરાજીના છાડવાવદર ગામનો જતીન રસીક વાઘેલા અને કાથરોટાનો મેહુલ અમૃતલાલ ચૌહાણને રોકડ રૂા.13,700 રોકડ, એક મોબાઈલ રૂા.10 હજાર કાર નં. જીજે 03 એમએલ 5130 રૂા.5 લાખ મોસા જીજે 03 જેડી 3921 રૂા.25 હજાર એકટીવા મોસા જીજે 11 બીએસ 4372 રૂા.35 હજાર તથા નંબર વગરની ઈલે.મોપેડ રૂા.30 હજાર મળી કુલ રૂા.6,13,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.
રેડ દરમ્યાન રાજેશ ઉર્ફે બાલો બગડા રે. ચીખલીયા, જયસુખ ઉર્ફે જેલો મનસુખ ચૌહાણ રે. કાથરોટા, રૂત્વીક રમેશ રાઠોડ રે. કાથરોટા, હોન્ડાઈ સાઈન મોસા જીજે 03 જેડી 3921નો ચાલક નંબર વગરની સીલ્વર ઈલે. મોપેડ અને એકટીવા મોસા જીજે બીએસ 4372નો ચાલક સોલંકી ભાગી છુટયા હતા. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

