Anand, તા.૨૧
Anklav તાલુકાના કંથારિયા માર્ગ પર મંગળવારે સાંજના સુમારે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ કિશોરોએ મોપેડ સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાથી પોતાનો જીવ ગુમાવતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે Anklav પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામના સુથારી વગો વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સોહિલભાઈ સમસુદીન પરમાર અને ૧૩ વર્ષીય આરીફ રણજિત પરમાર પોતાનું એક્ટિવા લઈને ખડોલ ગામથી છબજીપુરા ખાતે આવેલા ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કંથારિયા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પરથી નીચે પછાડાતાં બંને કિશોરોને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. એક જ ગામના બે માસૂમ બાળકોના અકાળે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતાં ખડોલ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતીબંને કિશોરોના મૃતદેહને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છ
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

