Morbi,તા.27
વાંકાનેરના હસનપર સીમમાં કારખાનામાં રમતી વખતે કોઈ કારણોસર શોર્ટ લાગતા બે વર્ષના માસૂમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર વાંકાનેરના હસનપર સીમમાં આવેલ ફયુચર રીફરેકટરી કારખાનામા રમતી વખતે કોઈ કારણોસર ઇલેકટ્રીક શોર્ટ લાગી જતા દીનેશભાઇ ફુલસીંગભાઇ ભુરીયાનાં બે વર્ષીય પુત્ર લક્કીનું મોત નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

