Surendranagar, તા.22
સુરેન્દ્રનગરના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામમાં અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ ગ્રાઉન્ડના બદલે તળાવમાં ઉતરી યોગના વિવિધ આસનો કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ગામના નિવૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ પાણીમાં યોગ કરાવવામાં આવ્યો હતો.સ્વિમિંગ પણ એક પ્રકારનો યોગ હોવાનું જણાવી લોકો યોગ અને તરવાની પ્રવૃત્તિ તરફ આકર્ષાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગામલોકોએ અલગ અંદાજમાં યોગ દિવસની ઉજવણી કરીને સ્વાસ્થ્ય અને યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

