Surendranagar, તા.22
તાજીયા નો પર્વ નજીક આવતો જઈ રહ્યો છે ત્યારે તાજીયાના પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રાજ્યના પર્વની ઉજવણી થાય તે પ્રકારના પ્રયત્ન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
ત્યારે તાજીયાના પર્વ નિમિત્તે શહેરી વિસ્તારોમાં ઝૂલું જ નીકળતા હોય છે અને અંદાજિત 20 થી વધુ તાજીયાઓ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી અને પટમાં આવતા હોય છે.
શહેરી વિસ્તારમાં આ તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવે છે ત્યારે આ અંગે કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને જાનહાની ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે અને માર્ગદર્શિકા જાહેર કરી અને તેનું કડક રીતે પાલન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જે દરખાસ્ત કરવામાં આવી હતી આ આધારે નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે અને આયોજકોને સૂચનાઓ પણ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે તાજીયા નીકળે છે તેની ઊંચાઈ 9 ફૂટ થી વધારે ન રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત તાજીયામાં લોખંડના સળિયા કે વીજળી વહન થતી હોય તેવી કોઈ પણ પ્રકારની વસ્તુ કે પદાર્થનો ઉપયોગ ન કરવા પણ આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે.
ત્યારે તાજીયા કાઢતા સમયે તેની નોંધણી અને અધિકારીઓની પરમિશન લેવા માટે ના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે મંજૂરીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર ઝુલુસ કાઢવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મંજૂરીમાં દર્શાવેલા સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે તાજીયા ના રૂટ ઉપરથી પસાર થતા સમયે તે વિસ્તારમાં રહેલા વ્યક્તિઓને કોઈપણ પ્રકારે અડચણ કે ત્રાસ ન થાય કે નુકસાન ન થાય અને જાનહાનિકે સ્વાસ્થ્યને પણ નુકસાન ન પહોંચે તેની પણ આયોજનકોએ તકેદારી રાખવાની રહેશે.
આ ઉપરાંત કોઈપણ ધર્મના લોકોને લાગણી દુભા એવા કોઈપણ પ્રકારના ચિન્હ કે નિશાનીવાળા તાજીયાઓ બનાવવા ખરીદવા અને તેના વેચાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા ઉપર કે પબ્લિક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કે તેની આજુબાજુ ની જગ્યામાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં અથવા તો કચરો ફેકવો નહીં તે પ્રકારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તમામ પ્રકારના નિયમોના પાલન સાથે તાજીયા કાઢવા માટે આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે.
ત્યારે આજે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું કડક પાલન કરવાનું રહેશે જો કડક પાલન નહીં કરવામાં આવે તો તેમના વિરોધમાં પગલાં ભરવામાં આવશે જિલ્લામાં કુલ 62 જેટલા સ્થળોએ તાજીયા યોજાવાના છે.
ત્યારે 62 જેટલી કમિટીઓને પણ આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જ 29 જેટલા તાજીયાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તાજીયા કમિટીએ તમામ નિયમોનું પાલન કરી અને તાજિયાના પર્વની ઉજવણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

