Uttar Pradesh,તા.13
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે ધડમાથાં વિનાનાં નિવેદનો શરૂ થઈ જાય છે. તાજેતરમાં યોગી આદિત્યનાથની કેબિનેટના પ્રધાન સંજય નિષાદની જીભ લપસી હતી?
તેમણે એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમ્યાન શાકાહાર વિશે કમેન્ટ કરી હતી. શ્રાવણ મહિનામાં હિન્દુઓ ચુસ્ત શાકાહારી ભોજન કરતા હોય છે અને એમાં સંજય નિષાદે કહ્યું હતું, `કાંદા-લસણ વિના રાંધેલી માછલી શાકાહારી જ કહેવાય.
આ કાર્યક્રમ દરમ્યાન મંચ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિએ આ સાંભળીને કોઈ રીઍક્શન નહોતું આપ્યું, પરંતુ સંજય નિષાદ આ વિધાન પછી સ્માઇલ કરતા જોવા મળ્યા હતા.

