Kolkata તા.૨૧
પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં Vande Mataram ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા ૧૯ મે, ૨૦૨૬ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અગાઉના તમામ નિર્દેશો અને પ્રથાઓને તાત્કાલિક અસરથી રદ કરીને, હવેથી મદરેસાઓમાં વર્ગો (કલાસીસ) શરૂ થતા પહેલા થતી દૈનિક પ્રાર્થનામાં Vande Mataram ગાવું અનિવાર્ય રહેશે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિયમ પશ્ચિમ બંગાળના તમામ પ્રકારના મદરેસાઓ પર સમાન રીતે લાગુ થશે. જેમાં રાજ્યની તમામ સરકારી મોડલ મદરેસા (ઇંગ્લિશ મીડિયમ), માન્યતા પ્રાપ્ત સરકારી સહાયતા મેળવતી મદરેસાઓ, અપ્રૂવ્ડ સ્જીદ્ભ, અપ્રૂવ્ડ જીજીદ્ભ તેમજ માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત (પ્રાઇવેટ) મદરેસાઓનો સમાવેશ થાય છે. આ આદેશને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. મદરેસા શિક્ષણ નિયામક તરફથી આ નિર્ણયની નકલ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ (ડ્ઢસ્), જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન અને અન્ય સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવી છે. આ આદેશ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ જ જાહેર કરવામાં આવ્યો છે.બીજી તરફ, પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવ્યા બાદ, નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ગીત Vande Mataram’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની સમકક્ષ દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ્’ને પણ એ જ કાનૂની સુરક્ષાના દાયરામાં લાવવાનો છે, જે અત્યારે રાષ્ટ્રગાનને મળેલી છે. એકવાર આ નવો નિયમ સંપૂર્ણપણે લાગુ થઈ ગયા પછી, Vande Mataram ગાવા દરમિયાન તેનું અપમાન કરવું કે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરવી એ એક ગંભીર અને ‘કોગ્નિઝેબલ ગુનો’ (પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે તેવો ગુનો) ગણાશે.હાલના કાયદા અનુસાર, રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અથવા રાષ્ટ્રગાનના અપમાન સાથે જોડાયેલા મામલાઓમાં કડક સજાની જોગવાઈ છે, જેમાં જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત નવો સુધારો આ તમામ કડક કાનૂની જોગવાઈઓને ‘વંદે માતરમ્’ માટે પણ લાગુ કરી દેશે, એટલે કે તેનું ઉલ્લંઘન કરનારે પણ સમાન કાનૂની પરિણામો ભોગવવા પડશે. વર્તમાન નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રાષ્ટ્રગાન ગાતા અટકાવે છે અથવા તેમાં ખલેલ પહોંચાડે છે, તો તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ સિવાય, જે વ્યક્તિ વારંવાર આવો ગુનો આચરે છે, તેને ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા ફટકારવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

