કમાન્ડો, ખુદા હાફિઝ અને ક્રેક ફિલ્મોમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂકેલા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટર માં એક્શન કરતો દેખાશે
મુંબઈ, તા.૭
માર્શલ આટ્ર્સ અને યોગના મામલે માહિર બોલિવૂડ એક્ટર Vidyut Jammwalનું નામ આ સમયે ચર્ચામાં બનેલું છે. વિદ્યુતે પોતાની ડેબ્યૂ હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું કરીને બતાવ્યું છે, જેણે દરેકને હેરાન કરી દીધા છે. આ દરમિયાન વિદ્યુતે લોકોની સામે ૧૫ મિનિટ સુધી શ્વાસ રોકીને ધ્યાન કર્યું, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. સ્ટ્રીટ ફાઈટરના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિદ્યુત જામવાલે મીડિયા અને તમામ લોકોની સામે અદ્ભુત સ્ટંટ કરીને બતાવ્યો. તેણે લગભગ ૧૫ મિનિટ સુધી પોતાના શ્વાસ રોકીને આશ્ચર્યજનક રીતે ધ્યાન કરી બતાવ્યું.
એટલું જ નહીં ૨૦ મિનિટ સુધી વિદ્યુત પાંપણ ઝપકાવ્યા વગર મેડિટેશન કરતા દેખાયા, જેણે દરેક કોઈને ચોંકાવી દીધા. તેમની આંખો ખુલ્લી રહી અને તેમાંથી સતત પાણી વહેતું રહ્યું, અભિનેતાના પગ પણ થોડા સમય પછી કાંપવા લાગ્યા. પરંતુ તે તસથી મસ ન થયો અને આ અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું. કમાન્ડો, ખુદા હાફિઝ અને ક્રેક ફિલ્મોમાં જબરદસ્ત એક્શન બતાવી ચૂકેલા વિદ્યુત જામવાલ હવે હોલિવૂડ ફિલ્મ સ્ટ્રીટ ફાઈટર માં એક્શન કરતો દેખાશે. હોલિવૂડમાં કામ કરવાને લઈને વિદ્યુતે કહ્યું- આ સ્વપ્ન તો મેં બિલકુલ પણ જોયું નહોતું. જ્યારે હું અમેરિકામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો તો ત્યાં મને એવો કોઈ માણસ ન મળ્યો, જેણે આ ગેમ રમી ન હોય. આ રમત અને આની દુનિયા વિશે જાણવું મારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો.
હું એથલીટ હતો, તો હું વિડિયો ગેમ્સ નહોતો રમતો, હું સ્પોટ્ર્સમાં વધારે વ્યસ્ત રહેતો હતો. સ્પોટ્ર્સના ચક્કરમાં જ આ રોલ મળી ગયો. હવે મને લાગે છે કે મેં મારી પૂરી જિંદગી કામ આ ફિલ્મ મેળવવા માટે કર્યું. સાચું કહે છે, તમે મહેનત કરતા રહો, જે મળવાનું હશે તે તમારા સુધી પહોંચી જ જશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ટ્રીટ ફાઈટરને ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ મૂવીમાં વિદ્યુત ધલસિમનું પાત્ર ભજવી રહ્યો છે. આગળ હોલિવૂડ અને બોલિવૂડની કાર્યશૈલીમાં અંતર પર વિદ્યુતે કહ્યું- મેં આટલી વધારે શિસ્ત કોઈ ફિલ્મના સેટ પર પહેલીવાર જોઈ. સેટ પર તમામ ૩૦૦ લોકો એક જેવી જ શિસ્તનું પાલન કરી રહ્યા હતા. ત્યાં કોઈ પણ કલાકાર પછી તે ગમે તેટલા મોટા સુપરસ્ટાર કેમ ન હોય, તેમને મોડા થવાનું ખબર જ નથી. જો ક્યાંક કોઈ એક મિનિટ મોડું થઈ ગયું, તો તેમને ફોન જાય છે કે ક્યાંક તમે હોસ્પિટલમાં તો નથી ને. આ બંને ઈન્ડસ્ટ્રીમાં એક મોટો તફાવત છે.

